Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

એસ.કે. એન્જીનીયર્સના પ્રોપરાઇરાઇટર્સ વિરૂદ્ધ ચેક રિટર્ન થતા કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા.૨૮: રાજકોટ શહેરમાં શીવમ ઈન્ડ્સ્ટ્રીયલ એરીયા, , ફાલ્કન પંપની બાજુમાં વાવડી મુકામે આવેલ એસ.કે.  એન્જીનીયર્સના પ્રોપરાઇટર  સિધ્ધાર્થ કિરણભાઇ કેલૈયા વિરુધ્ધ  રાજકોટમાં દિશાંત ઈન્ડસ્ટ્રીઝના નામે ધંધો કરતા વિજય નરશીભાઇ ફળદુએ  રાજકોટની અદાલતમાં આરોપીએ  ખરીદ કરેલ માલ પેટે રકમ રૂ. ૩,૨૯,૪૫૧/-નો ચેક રીટર્ન થતા ફરીયાદ  દાખલ કરતા રાજકોટના એડી. ચીફ જ્યુડી મેજીએ એસ.કે. એન્જીનીયર્સના પ્રોપરાઇટર સિધ્ધાર્થ કેલૈયા વિરુધ્ધ અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આરોપીઓએ ફરીયાદી પાસેથી  ખરીદ કરેલ માલના બીલ મુજબની રકમનો ચેક આપી, તે પાસ થવા ન દઇ આરોપીઓએ ધી નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ગંભીર  પ્રકારનો ગુનો આચરેલ છે. જે રજુઆતો ધ્યાને લઇ એસ.કે. એન્જીનીયર્સના પ્રોપરાઇટર સિધ્ધાર્થ કેલૈયા નાઓને કેસમાં અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી વિજયભાઇ ફળદુ વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ  શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(2:50 pm IST)