Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

બેંકવાળાઓએ ઉદારી દાખવી તેમ પીજીવીસીએલ પણ રાહત જાહેર કરે

સામાજીક અગ્રણી સુરેશ પરમારે ઉઠાવી માંગણી

રાજકોટ તા. ૨૮ : કોરોના વાઇરસની મહામારીના કારણે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસો થકી બેંક ખાતા, એ.ટી.એમ., ટેકસ રીટર્ન ભરવાની મર્યાદા વધારી અપાઇ, ટી.ડી.એસ. રીટર્નનની મર્યાદાઓ વધારી અપાઇ તે વાતને સામાજીક અગ્રણી સુરેશ પરમારે સારી ગણાવી સાથો સાથ પી.જી.વી.સી.એલ. પણ ઇલેકટ્રીક બીલમાં રાહત જાહર કરે તેવી માંગણી ઉઠાવી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા ઉર્જા મંત્રીશ્રી સૌરવભભાઇ પટેલને પત્ર લખી ગુજરાતની પ કરોડની જનતાને સ્પર્શતા આ પ્રશ્ને ત્વરીત ઘટીત કરવા સુરેશભાઇ પરમારે માંગણી ઉઠાવી છે.

(2:49 pm IST)
  • પંજાબ સ્થિત રાધા સ્વામી સત્સંગ સોસાયટીની ઉદારદિલ સખાવત : પ્રધાનમંત્રી રાહત ફંડમાં 2 કરોડ,પંજાબ,દિલ્હી,હિમાચલ પ્રદેશ ,હરિયાણા ,તથા રાજસ્થાન મુખ્યમંત્રી રાહત ફંડ અને જમ્મુ કાશ્મીર લેફટન્ટ ગવર્નર ફંડમાં એક એક કરોડ રૂપિયા સાથે કુલ 8 કરોડ રૂપિયા આપ્યા : ઉપરાંત સવારે 6 વાગ્યે ,બપોરે બાર વાગ્યે અને સાંજે 6 વાગ્યે જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડવાની વ્યવસ્થા access_time 8:14 pm IST

  • જામનગરના યુવકનો ગળેફાંસો ખાઈને આપઘાત પાછળ વ્યસન અને ગૃહકંકાસ કારણભૂત :લોકડાઉનથી કંટાળીને આપઘાત કર્યાની વાત ખોટી : જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે લોકડાઉનને કારણે યુવકે આપઘાત કર્યાની વાત નકારી access_time 8:36 pm IST

  • પ્રથમ નાગરિક બિનાબેન આચાર્ય ઘર દ્વારે કામગીરીની વિગતો મેળવતા નજરે પડે છે access_time 3:52 pm IST