Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

સેવાભાવીઓ મેદાનમાં : ૧ હજાર ગરીબોને ફુડ પેકેટ વિતરણ : સી.એમ. ફંડમાં અઢી લાખ અર્પણ

રાકેશભાઇ પોપટ, શૈલેષભાઇ પાબારી અને ભૂપતભાઇ ભરવાડની કાબીલે દાદ સેવા

રાજકોટ તા. ૨૮ : કોરોનાના કેર સામે સુરક્ષા મેળવવા લોકડાઉન જાહેર થયુ છે ત્યારે ગરીબ લોકોને મુશ્કેલી ન પડે તે માટે રાજકોટના સેવાભાવીઓ મદદે ચડયા છે.

રાકેશભાઇ પોપટ, શૈલેષભાઇ પાબારી, ભુપતભાઇ ભરવાડ દ્વારા ગરીબોને ૧૦૦૦ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ. તેમજ સી. એમ. ફંડમાં રૂ.૨,૫૦,૦૦૦ નો ચેક અર્પણ કરી કાબીલે દાદ ઉદારી દેખાડી છે.આ ફુડ પેકેટમાં પ કિલો ઘઉં, ર કિલો ખીચડી, ર કિલો ચોખા, ૧ કિલો ખાંડ, ૨૫૦ ગ્રામ ચા, ૫૦૦ ગ્રામ દાળ, ૧ લીટર તેલ સહીતની સામગ્રી આપવામાં આવી હતી.

એટલુ જ નહીં પશુ પક્ષી પણ ભુખ્યા ન રહે તે માટે સમયાંતરે ચારો અને ચણ નખાતા રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવેલ છે.તેમજ હાલની પરિસ્થિતી ધ્યાને લઇ લોકોએ સરકારી ગાઇડ લાઇનનો કડક અમલ કરી ઘરમાં જ રહેવા અંતમાં રાકેશભાઇ પોપટ (આર.ડી. ફિલ્મ્સ), શૈલેષભાઇ પાબારી (કુમકુમ ગ્રુપ) અને ભૂપતભાઇ બાબુતર (વી.એમ. ફ્રુટ) દ્વારા અનુરોધ કરાયો છે.

(2:49 pm IST)