Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

૧૩મી કે ર૦ એપ્રિલ સુધીમાં કોરોનાથી મુકિત મળે તેવા યોગ

૩૦મી માર્ચથી ગુરૂબ્રહસ્પતિ મકર રાશીમાં જશે તેથી આ દિવસથી કોરોના ઉપર નિયંત્રણ થવાનો શરૂ થશે

રાજકોટઃ દેશ-વિદેશમાં વસતા સર્વે ભાઇ-બહેનોઆ કોરોના હવેકંઇ લાંબો સમય નહીં ટકી શકે, મારા જયોતિષ શાસ્ત્રના અત્યાર સુધીનાં અનુભવ મુજબ આવો કોઇ પણ જાતની બીક રાખ્યા વગર એ કેટલો સમય રહેશે અને કયારે જશે તેમજ કોરોનાથી બચવા માટે આપણે શું કરવું જોઇએ એના વીશે જાણીએ.

ગોચરનાં ગ્રહોમાં ફેરફાર થવાથી આવી બધી મહામારી આવતી હોય છે, ગ્રહોના પ્રભાવથી નબળુ ફળ પણ ભોગવવું પડે છે અને ગ્રહોના પ્રભાવથી સારૂ ફળ પણ મળતું હોય છે. ગ્રહો રાજા પણ બનાવે અને ગ્રહો રંક (ગરીબ) પણ બનાવે છે. ગોચરમાં ગુરૂબ્રહ્મસ્પતિ સાથે કેતુ આવવાથી આ રોગ આવ્યો પરંતુ રર માર્ચ ર૦ર૦ના રોજ મંગળ, ધન રાશિમાંથી નિકળી મકરમાં આવે છે. જયાં મકર રાશિનોસ્વામિ શનિ છે તેથી મંગળ-શનિનો યોગ બને છે. આ યોગ પરિસ્થિત સુધારશે.

ઉપરાંત ધીરે ધીરે ૩૦ માર્ચ ર૦ર૦ના રોજ ગુરૂબ્રહ્મસ્પતિ પણ મકર રાશિમાં જશે, તો આનાથી કોરોનાનો પ્રભાવ ઓછો થશે. આ દિવસથી કોરોના ઉપર નિયંત્રણ થવાનું પ્રારંભ થશે. અને આ યોગમાં મહામારી ઉપર ચિકિત્સા દ્વારા પણ કાબુ મેળવવો સહેલો થશ.ે કારણ ગ્રહોનો પ્રભાવ દવાની અસર થવા દેતો નથી.

ત્યારબાદ તા.૧૩ એપ્રિલ સૂર્યનારાયણ પોતાની રાશિ બદલી રહ્યા છે. રાત્રે૮-૩૦ કલાકે સૂર્ય મિન રાશિમાંથી ઉચ્ચ રાશિ  (મેષ) માં પ્રવેશ કરી રહ્યાછે જેનાથી સૂર્ય સંપૂર્ણ બળવાન બનશે જે કોરોનાને સમાપ્ત (નાશ) કરવામાં ભાગ ભજવશે. કારણ ભગવાન સૂર્ય પૃથ્વી ઉપરનાં પ્રત્યક્ષ દેવ હોવાથી પોતાનાં તેજમય કિરણો દ્વારા કોરોના વાયરસને બાળી નાંખશે. તેનાથી જે દવાઓ કોરોનાં વાયરસ માટે બનાવવામાં આવી  છે તેમાં કામયાબી મળશે.

કોરોનાનાં રક્ષણ માટે દવા-ઔષધિ સિવાય આપણાં વેદ-પુરાણોમાં મંત્ર, ચિકિત્સાને સર્વોપરી માનવામાં આવી છે. આપણાં ધર્મમાં આવા રોગો-સંકટોથી મુકિત મેળવવા ઘણાં ઉપાય બતાવવામાં આવ્યા છે જેની સાથે આયુર્વેદનાં પ્રયોગો વગેરે સંકળાયેલા છે.

સૌથી પહેલાં સવારે - સાંજે સ્નાન કરી કે આપણાં ઘરમાં કામ-કાજ કરતા-કરતા મંત્ર જાપ કરી શકાય છે. જેનો મંત્ર હાલ નવરાત્રી (ચૈત્રી નવરાત્રી) ચાલે છે ત્યારે જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિનીI

દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોડસ્તુતેIા

ઓમ મહાવિર હનુમતે નમઃ

ત્ર્યંબકમ્ યજામહે...મૃત્યુંજય મંત્ર વગેરે મંત્રો કરી શકાય અને સંસ્કૃત શ્લોક ન આવડે તો ''ઁ નમઃ શિવાય'' જેવા મંત્રો અને રોગ નાશ માટેના બીજા મંત્રો કોઇ વિદ્વાનોને પુછી કરી શકાય.

ધુપ કરવો

આ સિવાય એક બીજો ઉપાય આજુબાજુમાં ઉગેલાં લિમડાનાં વૃક્ષની છાલ-લાકડા કે પાંદડાનો ધુપ કરી શકાય તેમજ થોડી કપુરની ગોટીઓ ખોલી વાટકામાં ખુલ્લી રાખી મુકી દેવી કારણ કપુરનો પ્રભાવ હવામાં ફેલાવાથી બેકટેરીયાનો નાશ કરે છે. તેમજ ગુંગળનો ધુપ પણ કરી શકાય.

એક અતી મહત્વની વાતએ છે કે, આપણે  આ દિવસો દરમ્યાન કે કાયમી એક-બીજાએ વાપરેલાં કોઇપણ વસ્ત્રોના રોજીંદી બાબતોમાં ઉપયોગ કરવો જોઇએ.નહી જેમકે બીજાના કપડા ન પહેરવા, બીજાના હાથ રૂમાલ કે ટુવાલ ન વાપરવા, બીજાની પથારીમાં સુવુ નહી વગેરે ખાસ વાત બધાંજ દેશો કોરોનાની પકકડમાંથી  ૧૪ એપ્રિલ કે મોડામાં મોડા ર૦ એપ્રિલ સુધીમાં મુકત થઇ જાય તેવા યોગ છે ગ્રહોનાં પ્રભાવથી આપણનેરાહત થશે અને ભગવાન સૂર્ય આપણને આવેલી આપત્તીમાંથી મુકત કરે એવી પ્રાર્થના

શાસ્ત્રી શંકર મહારાજ જોષી

રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા

જયોતિષી કથાકાર

મો.૯૮ર૪૮ ૧૧૯૧૩

(2:49 pm IST)
  • કોરોના વાઇરસ સામે લડવા માટે આર્થિક સહયોગ આપો : દેશવાસીઓને ટવીટરના માધ્યમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અપીલ : " પી.એમ.કેર્સ " ફંડમાં ડોનેશન નોંધાવો access_time 7:04 pm IST

  • બુટલેગરોની અદ્દભૂત કળા : મદદ કરવાને બહાને દેશી દારૂની હોમ ડિલીવરી : અમદાવાદ : કોરોના વાયરસનો હાલ જે રીતે કહેર વર્તાઈ રહ્યા છે, તેવા સમયે લોકોને મદદ કરવાના બહાને દારૂ વેચવા માટે બુટલેગરો નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. અમદાવાદના બહેરામપુરામાંથી બે શખ્સોને દારૂના જથ્થા સાથે પોલીસ ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં એકટીવા પર સેનેટાઈઝર સર્વિસ લખાવીને ફરતા હતા અને ડેકીમાં દારૂ રાખીને હેરાફેરી કરતાં હોવાનું બહાર આવ્યુ છે. access_time 1:08 pm IST

  • હોસ્પીટલના સ્ટાફ ઉપર જોખમ થઇ શકે છેઃ વહીવટી તંત્રનો મહત્વનો નિર્ણય : દરેક ખાનગી હોસ્પીટલને સુચના : સીવીલ-ક્રાઇસ્ટ સિવાય બીજી કોઇ હોસ્પીટલમાં 'કોરોના'નો દર્દી દાખલ નહી થઇ શકેઃ બેડ ફુલ થયે બીજી હોસ્પીટલનો વિકલ્પ : રાજકોટના તમામ ૧૦૦ ફીઝીશ્યન પાસે સામાન્ય શરદી-તાવની દવા લેવા જાય તો ટોળા ન કરોઃ પ મીટરનું ખાસ અંતર રાખો access_time 11:43 am IST