Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

વાટલિયા પ્રજાપતિ સમાજની વાડી-છાત્રાલય હોમ કોરોન્ટાઇન માટે અપાશે

સમાજ દ્વારા ૨૧ હજારનું અનુદાનઃ પ્રેરકકાર્ય

રાજકોટ તા.૨૮: શહેરની વાટલિયા પ્રજાપતિ સમાજની વાડી તેમજ છાત્રાલયનું બીલ્ડીંગ કોરેન્ટાઇનના ઉપયોગ માટે આપવા તેમજ વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા  રૂ. ૨૧ હજારનો ચેક કોરોના આપદા માટે મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં અર્પણ કરાયાનું શ્રી વાટલિયા પ્રજાપતિ યુવક મંડળની યાદીમાં જણાવાયુ છે.

જેમાં જણાવાયુ  છે કે  કોરોના વાઇરસના સંક્રમણની મહામારીને  અટકાવવા  સમગ્ર દેશની એક બનીને લડી રહ્યો છે. ત્યારે તેના ભાગરૂપે  વાટલિયા પ્રજાપતિ સમાજ રાજકોટ દ્વારા  વાટલિયા પ્રજાપતિ સમાજની વાડી  અને છાત્રાલયનું બિલ્ડીંગ કોરેન્ટાઇન  ફેસેલીટીના ઉપયોગ માટે સરકારી તંત્રને આપવા  શ્રી વાટલીયા પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ ધંધુકિયાએ જણાવ્યુ છે.

સરકારશ્રીના અસરકારક પગલાઓને ધ્યાને લઇ મેડિકલ સુવિધાઓ માટે દેશભરની સંસ્થાઓ નાગરિકો અને ઉદ્યોગપતિઓ દાનનો ધોધ વહાવી પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે. ત્યારે રૂ. ૨૧ હજારનું ફંડ વાટલિયા પ્રજાપતિ સમાજ તરફથી મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કરવા અંતમાં જણાવાયુ છે.

(2:48 pm IST)