Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

સીવીલ-ક્રાઇસ્ટ સિવાય બીજી કોઇ હોસ્પીટલમાં 'કોરોના'નો દર્દી દાખલ નહી થઇ શકેઃ બેડ ફુલ થયે બીજી હોસ્પીટલનો વિકલ્પ

હોસ્પીટલના સ્ટાફ ઉપર જોખમ થઇ શકે છેઃ વહીવટી તંત્રનો મહત્વનો નિર્ણય : દરેક ખાનગી હોસ્પીટલને સુચના : રાજકોટના તમામ ૧૦૦ ફીઝીશ્યન પાસે સામાન્ય શરદી-તાવની દવા લેવા જાય તો ટોળા ન કરોઃ પ મીટરનું ખાસ અંતર રાખો

રાજકોટ, તા., ર૮: રાજકોટ કલેકટર તંત્રે એક મહત્વનો નિર્ણય લઇ સુચના જાહેર કરી છે કે હવે રાજકોટ શહેર-જીલ્લામાં આજથી કોઇ નવો કોરોનાનો દર્દી આવે તો બે જ સ્થળે દાખલ થઇ શકશે.

એડી. કલેકટર શ્રી પરીમલ પંડયાએ અકિલાને જણાવ્યું હતું કે ગઇકાલે સાંજે આ નિર્ણય લેવાયો છે. હાલ સીવીલ હોસ્પીટલ અને ક્રાઇસ્ટ હોસ્પીટલ એમ બે સ્થળે કોરોનાના દર્દીને દાખલ કરવા માટે ખાસ આઇસોલેશન વોર્ડ ઉભા કરાયા છે. હવે જે કોઇ નવો દર્દી આવે તેમને આ બે હોસ્પીટલમાં જ દાખલ કરવામાં આવશે. ક્રાઇસ્ટની હોસ્પીટલના બેડ ફુલ થશે. અન્ય બીજી ખાનગી હોસ્પીટલનો વિકલ્પ વિચારાશે. તેમણે જણાયું હતું કે લોકો પોતાની રીતે ખાનગી હોસ્પીટલમાં સારવાર લ્યે તો જે તે હોસ્પીટલના સ્ટાફ ઉપર પણ જોખમ છે. આ લોકોને બહાર નિકળવાની જ મનાઇ છે. આથી આ નિર્ણય અંગે દરેક ખાનગી હોસ્પીટલને પણ સુચના આપી દેવાઇ છે. તેમણે જણાવ્યું હતું કે રાજકોટના તમામ ફીઝીશ્યનોએ પોતાના દવાખાના શરૂ કરી દીધા છે. લોકોને સામાન્ય શરદી-તાવ-ઉધરસ હોય અને દવા લેવા જાય તો ડોકટરો પાસે ટોળા એકઠા ન કરો પ મીટરનું ખાસ અંતર રાખો જેથી કરીને કોઇ મુશ્કેલી ઉભી ન થાય.

(2:48 pm IST)