Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

રાંકના રતનોનું લોકડાઉન

રાજકોટઃ ભારત સરકારે દેશવ્યાપી લોકડાઉન કર્યુ છે. પોપટપરા વિસ્તારનોએક ગરીબ પરિવાર બિલકુલ કામચલાઉ રહેઠાણ બનાવી આશ્રય લઇ રહ્યો છે. તેને લોકડાઉન શબ્દના અર્થની ખબર નથી પણ અત્યારે ઘરની બહાર ન નીકળાય તેટલી સમજ છે. માલેતુજારના સંતોનોની જેમ તે બંધ જોવા નીકળી પડતા નથી. માએ પોતાના ત્રણેય સંતોનોને કહેવાતા ઘરમાં પોતાની પાસે રાખ્યા છે. ઉપર આભ અને નીચે ધરતી હોવા છતા મોઢા પર મહામારી સામે લડી લેવાની ખૂમારી છે. કોરોના સે ડરોના, ઘર સે બહાર નીકલોના...(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:44 pm IST)