Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

આજનો દિવસ ભારે છે તેવું બીલકુલ ન માનતા : કુમારભાઇ ગાંધી

ઘણા બધા લોકોના મતે ફોન આવેલ કે કુમારભાઇ શું ગ્રહોની દૃષ્ટિએ આજનો દિવસ ભારે છે શું થશે લોકો ફોનમાં ખૂબજ ગભરાઇ ગયા હોય તે રીતે વાતો કરતા હતાં તો મારે કહેવાનું કે એવું કશું જ નથી. જયારે તમો નકારાત્મક વિચારોમાં ડુબી જશો ત્યારે જરૂરથી તમોને કોઇને કોઇ તકલીફો ઉભી થશે.

લોકોને ડરાવવાના વોટસએપ કોઇ દેશદ્રોહીજ કરી શકે. તા. ર૮ નો દિવસ ખૂબજ ખરાબ છે તેવી વાહીયત વાતો સમાજને દેશને ડરાવવા વહેતી થઇ છે અને લોકોને ભય પમાડીને વીધીના નામે રૂપિયા કમાવાની વાત છે.

મારા વર્ષોના અનુભવોએ આજનો દિવસ કોઇ તકલીફો નથી જે તકલીફો છે તેનો સામનો કરી બીમારીથી ડરો નહીં પણ સતર્ક રહો આજે તો મેષનો ચંદ્ર છે અને તેના ઉપર ગુરૂની દૃષ્ટિ છે જેથી લોકોને મદદ કરવાથી તકલીફોમાંથી બચી જશો. તમો ગભરાશો તો  બીમારીમાં વધારો કરશે.

આ મેસેજ તમો તમારા ગ્રુપમાં મૂકો કોઇ અંધ શ્રદ્ધામાં ન જ અટવાતા અત્યારે લોકોની મુશ્કેલીમાં લાભ લેવા લેભાગુઓ લોકોને હટાવે છે પ્લીઝ કોઇ ટેન્સન ન રાખો કાઉન્સેલીંગ અને મોટીવેશન સફળતા આપે છે.

કુમારભાઇ ગાંધી

૯૩૭૪૮ ૧૬૯૭૭

(3:56 pm IST)