Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ગરીબ-મધ્યમ વર્ગના લોકોને જુન સુધીના લાઇટબીલમાં માફી આપો

નરેશ પરમાર દ્વારા ચિફ ઇજનેરને રજુઆત

 રાજકોટ,તા.૨૮ : હાલ કોરોના વાઇરસનો કહેર વધ્યો છે અને સંખ્યામાં ઘટાડો થવાના બદલે પોઝિટિવ રીપોર્ટ ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પરિસ્થિતિ અતિભંગીર થઈ રહી છે.આ વિકટ આફત થી સરકાર અને પ્રજામાં ખુબ ચિંતાનો માહોલ સર્જાયો છે. ત્યારે લાઇટ બિલ માફ કરવા શહેર કોંગ્રેસ અનુ. વિભાગ વોર્ડ નં. ૧૫ના પ્રમુખ શ્રી નરેશભાઇ પરમારે જીઆઇબીના ચિફ ઇજનેરશ્રીને રજૂઆત કરી છે.

જેમાં જણાવાયું છે કે, અતિ પછાત ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને ગુજરાત પશ્ચિમ વિદ્યુત ઇલેકટ્રીક બોર્ડ દ્વારા જુન મહિના સુધીનુ લાઈટ બિલ માફ કરવામાં આવે હાલ લોકો ઘરમાં રહેવાથી લાઈટ વપરાશમાં વધારો થઈ રહ્યો હોય અને લોક ડાઉનના સંદર્ભે તમામ નાના મોટા રોજગાર ઉધોગ બંધ કારણે મધ્યમવર્ગ અને મંજુરી વર્ગનું આવકનું સાધન સંપુર્ણપણે ઠપ્પ થઈને ભાંગી પડ્યું હોવાથી તમામ વિજ ઉપભોકતાઓના તરફેણમાં ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા ઉદારતા સાથે માનવતા દર્શાવવામાં આવે અને લાઈટ બિલ માફ કરવા બાબતે વિચારણા અમલમાં લાવે.  રાજય સરકાર દ્વારા પણ આ બાબતે લોકો પ્રત્યે સંવેદનશીલતા સાર્થ નિર્ણય જાહેર કરવા વિચારણા કરે જેના અનુસંધાને કોરોના વાઇરસના લિધે લોકડાઉનમા અતિગરીબ અને મધ્યમવર્ગના લોકોને સહાનુભૂતિ અને આર્થિક નબળી પરિસ્થિતિમાં જીવન જીવવા માટે થોડી રાહત નો શ્વાસ અનુભવી શકે. તેમ શ્રી પરમારે અંતમાં જણાવ્યું છે.

(2:42 pm IST)