Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

વોર્ડ નં. ૧ માં કોર્પોરેટર બાબુભાઇ આહીરના માર્ગદર્શન હેઠળ રાધાકૃષ્ણ મંદિરે રસોડુ ધમધમ્યુ

જરૂરત મંદ લોકો માટે વિનામુલ્યે રસોઇ તૈયાર થશે : ટીફીન ભરી જવાની છુટ

રાજકોટ તા. ૨૮ : સમગ્ર દેશ કોરોના વાયરસની ચિંતમાં ગરક થયો છે. ત્યારે પરિસ્થિતીને પામીને સૌ કોઇ બનતા સેવા કાર્યો કરી રહ્યા છે. તેના ભાગરૂપે ગાંધીગ્રામ વિસ્તારમાં પણ જરૂરતમંદ લોકો માટે વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર બાબુભાઇ આહીરના નેતૃત્વમાં ભાજપની ટીમે ભોજન સેવાનો યજ્ઞ આરંભ્યો છે. આ વિસ્તારના સેવાભાવીઓનો સહયોગ પણ મળેલ છે.

એરોડ્રામ પટ્ટી, લાખના બંગલાથી આગળ, પ્રજાપતિ વાડી પાછળના રસ્તા પર આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે સામુહીક રસોડુ શરૂ કરવામાં આવેલ છે. જયાં સરકારી ગાઇડ લાઇનને અનુસરીને સાવધાની પૂર્વક તા. ૧૪ સુધી આ રસોડુ કાર્યરત રખાશે.

જયાં આર્થિક રીતે ગરીબ હોય અને રસોઇ ન બનાવી શકે તેમ હોય કે પછી કોઇ એકલવાયુ જીવન વતા હોય, મોટી ઉંમરના વૃધ્ધ હોય કે કોઇપણ નિરાધાર હોય તેમને વિનામુલ્યે ટીફીન ભરી અપાશે. દરરોજ બપોરે દાળ, ભાત, શાક, છાસ સહીતની રસોઇ તૈયાર કરાશે. બપોરે  ૧૧ થી ૧ સુધી આ રસોડાની સેવા ચાલશે.

જરૂર હોય તેવા લોકોએ અગાઉથી જાણ કરવા માટે મો.૯૯૨૪૨ ૦૧૨૧૪ ઉપર સંપર્ક કરે તેમજ વાલી અને બુથ ઇન્ચાર્જ પણ વધુ વિગતો માટે સંપર્ક કરે તેમ કોર્પોરેટર બાબુભાઇ આહીરે જણાવેલ છે.

(2:41 pm IST)