Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થા દ્વારા રૂ.૨૭ લાખની સેવાનો સંકલ્પ

દેવકૃષ્ણદાસજી સ્વામી અને માધવપ્રિય સ્વામીની પ્રેરણા

રાજકોટ, તા.૨૮: રોગાતુર આપત્ત્િ।ના સમયે દીન જનને વિશે દયાવાન થવાના ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં અપાયેલ આદેશ અનુસાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ તથા sgvp છારોડી દ્વારા સરકારશ્રીને અનેકવિધ રૂપે સહાયરૂપ થવાનું નક્કી કરવામાં આવેલ.

કોરોના પ્રકોપને પગલે જરૂરિયાત મંદ પરિવારોને સહાયરૂપ થવા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા છારોડી sgvp ના મહંતશ્રી શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સેવાનો સંકલ્પ કરાયેલ છે.

રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની સ્મૃતિમાં રાજકોટ ખાતે ચાલતી શ્રી ધર્મજીવન હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા રૂપિયા ૧૧, અગીયાર લાખનો ચેક મુખ્યમંત્રીના રાહત નિધિમાં અર્પણ કરવામાં આવશે.

વધુમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના શ્રી સંતવલ્લભદાસજી સ્વામીએ કહ્યું હતું કે ૧૧,લાખના ચેક ઉપરાંત જરૂરિયાત મંદ દરિદ્રનારાયણ પરિવારોને જરૂરી લોટ, ખાંડ, મસાલા તેમજ શાકભાજી, ટમેટા , બટાટા, મરચાં, લીંબુ વગેરે સાથેની કીટ તૈયાર કરાશે, જે બાયોડીગ્રેડેબલ બેગમા પેક કરીને વિતરણ કરાશે.

રાજકોટ કોર્પોરેશનની મંજુરી મળ્યેથી માસ્ક પહેરેલા અને સેનિટાઈઝડ થયેલા ગુરુકુલના સ્વયંસેવક યુવાનો જરૂરિયાતોને પહોંચાડશે.

સુરત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ થી શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી ની સ્મૃતિમાં ચાલતા ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ દ્વારા પ્રમુખ હિતેશ લાલજીભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળે ૧૧ લાખ રૂપિયા મુખ્યમંત્રીને રાહત ફંડમાં આપવા તથા પાંચ લાખ રૂપિયા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નવસારી નવાગામ ઇટાળવા ખાતે સરકારની મંજુરી મળેથી રસોઈ ઘર તથા લોટ શાકભાજી, તેલ-મસાલા વગેરેની કીટોના વિતરણ માટે વાપરવામાં આવશે

આપણા દેશ ઉપર ભૂકંપ , પૂરહોનારત કે દુષ્કાળ જેવી કુદરતી આપત્ત્િ।ઓ આવી છે ત્યારે ત્યારે માનવસેવાના ઉમદા કાર્યમાં ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી સદાય સેવા તત્પર રહેતા. તેમના જ પગલે ગુરુકુળ દ્વારા પોતાનું સામાજિક કર્તવ્ય સમજીને વર્તમાન સમયમાં પણ સદગુરુ સંતોની પ્રેરણાથી આ સેવાનું આયોજન કરાયેલ છે.

(1:18 pm IST)