Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

બોલબાલા ટ્રસ્ટના રસોડામાં આગ

અંતિમવિધિ માટેનો નિહારનો સામાન તથા લાકડાનો જથ્થો બળી ગયો

રાજકોટ : શહેરના મીલપરા મેઇન રોડ પર લક્ષ્મીવાડી શેરી નં. ૯માં આવેલ બોલબાલા ટ્રસ્ટમાં વહેલી સવારે રસોડામાં આગ લાગતા રસોડાની બાજુમાં અંતિમવિધિ માટે પડેલો નિહારનો સામાન તથા લાકડાનો જથ્થો સળગતા નાસભાગ મચી ગઇ હતી. ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાયે જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફ ત્રણ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ચુલા પર પાણી ગરમ કરવા માટે તપેલુ મુકવામાં આવ્યું હતું. ચુલામાંથી તણખો પડતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગમાં અંતિમવિધિ માટેનો નિહારનો સામાન તથા લાકડાનો જથ્થો બળી ગયો હતો. જોકે સદનશીબે કોઇ જાનહાની થઇ ન હોવાનું જાણવા મળ્યું છે.

(1:17 pm IST)