Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

માતાજી સૌનું સારૂ કરશે : નોરતા દરમિયાન કોરોનાનો નાશ થઇ જશે

રાજકોટ તા. ૨૮ : વિશ્વમાં કોરોના વાયરસના ચેપના કારણે ચિંતા પ્રસરી છે. બધા જ લોકો દુઃખી દુઃખી છે. ત્યારે આ  ચિંતા વચ્ચે એક આશાનું કિરણ આદ્યશકિત માં અંબા માતાજીની ભકિત છે. હાલમાં નોરતા ચાલી રહ્યા છે. નોરતા પૂર્ણ થતા સુધીમાં કોરોના સંપૂર્ણ નાશ પામી જાય તેવી આશા આપણે ચોકકસ રાખી શકીએ.

આપણા વડવાઓ, શાસ્ત્રો, ધર્મ ગ્રંથો એ વાતની સાક્ષી પુરે છે કે તમારા કર્મ સારા હોય તો તમને કુદરત ઇશ્વરી શકિત તમને ખુબ મદદ કરે છે. તો આ નવરાત્રીના દિવસોમાં ખરા દિલથી માતાજીને અરજ કરીએ અને આ કોરોનાના ખોફમાંથી ઉગરી જઇએ.હું તો પહેલાય કહેતો હતો અને હજીએ કહુ છુ કે માનનીય નરેન્દ્ર મોદી ઇશ્વરની મોટામાં મોટી તાકાત છે. તમને ભલે અતિશયોકિત લાગે. પણ આ હકીકત છે. એમની પસંદ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે શ્રી વિજય રૂપાણી છે. એમના કાર્યકાળ દરમિયાન અનેક એવા દાખલા આપી શકાય કે વિજયભાઇ રૂપાણીના શાસનકાળમાં અનિચ્છનીય કોઇ બનાવ નથી બન્યા. હું નરેન્દ્રભાઇ અને વિજયભાઇની વ્યવસ્થા શકિતને ખુલ્લા દિલથી બિરદાવુ છુ.

ગુજરાતમાં અનેક સામાજીક સંસ્થાઓ છે. જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય, શ્રીરામકૃષ્ણ મિશન... આવી અનેક ધાર્મિક સંસ્થાઓની શકિત છે કે ગુજરાતમાં સ્થળાંતર કરીને રહેતા ગરીબ લોકોને જમવાની અને રહેવાની વ્યવસ્થા પુરી પાડી શકે. આવી સંસ્થાઓએ વિજયભાઇની પડખે ઉભા રહેવા આગળ આવવુ જોઇએ.

કોરોનાના કેઇસ હું માનુ છુ ત્યાં સુધી આપણે ત્યાં કંટ્રોલમાં જ ગણી શકાય. અને વળી હાલ ચૈત્રી નોરતા ચાલે છે. તો માં શકિત જરૂર આ કોરોનાનો નાશ કરી દેશે.  નવરાત્રીમાં સૌ માં ને પ્રાર્થના કરીએ . સૌને જય માતાજી!

- પૃથ્વીસિંહ જાડેજા મો.૯૯૯૮૫ ૫૦૧૯૦

(11:53 am IST)