Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ચીજ વસ્તુના પરીવહન-ઉત્પાદન માટે રાજકોટ શહેર- જીલ્લામાં ત્રણ દિ'માં ૩ હજાર પાસ ઇસ્યુ કરી દેવાયા

આવતી ફરિયાદોમાંથી ૮૦ થી ૯૦ ટકા ખોટી ફરિયાદોઃ લોકો સમજેઃ કલેકટર : હોમ કોરોનટાઇન કરાયેલ પ૦૦થી વધુ લોકોનો કોન્ટેક કરાયો છેઃ લોકો આવકારે છે. ફોન કર્યો તે સારૃં થયું: અમુક લેવલે પાડોશીઓ હેરાન કરતા હોવાની પણ ફરિયાદો

રાજકોટ તા. ર૮: રાજકોટ જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને આજે સવારે ''અકિલા'' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે દવા-શાકભાજી-અનાજ-અન્ય આવશ્યક ચીજ વસ્તુની હેરફેર-ઉત્પાદકો માટે ત્રણ દિ'માં જરૂર મુજબ ધડાધડ ૩ હજાર પાસ ઇસ્યુ કરી દેવાયા છે, જેથી કરીને કાંઇ પ્રોબ્લેમ ન થાય.

તેમણે ઉમેર્યું કે હજુ જરૂર પડયે ખાત્રી કરી પાસ અપાશે. દાણાપીઠ એસો. સાથે પણ મીટીંગ થઇ હતી, અમુક ર થી ૪ લોકોને પાસ બાબતે માથાકુટ થઇ, પરંતુ આ વેપારીઓએ સમજવું જોઇએ.

કલેકટરે જણાવેલ કે કન્ટ્રોલ રૂમમાં સંખ્યાબંધ ફરીયાદો આવે છે, દરેક બાબતે, પણ આમાં ખાત્રી કરતા ૮૦ થી ૯૦ ટકા ફરીયાદો ખોટી નીકળી રહી છે, લોકો સમજે આવું કરવાનો કોઇ ફાયદો નથી.

તેમણે જણાવેલ કે, શહેરમાં ૧૦૦ જેટલા ફીઝીશ્યનોએ પોતાની પ્રેકટીશ પુનઃ શરૂ કરી છે, પરંતુ અમુક વિસ્તારમાં ૧૦ + ૧૦ ની જગ્યામાં ડોકટરો છે, ત્યાં દવા માટે લોકોના ટોળા એકઠા થાય તે વ્યાજબી નથી.

તેમણે જણાવેલ કે રાજયમાં સૌ પ્રથમ હોમ કોરોનટાઇન માટે કલેકટર કચેરીમાં મનોચિકિત્સક સેવા બે શીફટમાં શરૂ કરાઇ છે, સવારે ૯ થી ૩ અને બપોર ૩ થી રાત્રીના ૯ સુધી જે લોકોને હોમ કોરોનટાઇન કરાયા છે તેમને સામેથી ફોન કરાય છે, સમજાવાય છે, અત્યાર સુધીમાં પ૦૦થી વધુ લોકોનો કોન્ટેક કરાયો છે, લોકો આવકારે છે, કહે છે, સારૃં થયું તમે ફોન કર્યો, અમુક લેવલે પાડોશીઓ દ્વારા હેરાનગતિ થતી હોવાની પણ ફરિયાદો છે, આમાં પણ બધું ધીરજથી કામ લેવા સમજાવાય છે.

(11:53 am IST)