Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

રાજકોટમાં માઈક્રો બાયોલોજીની વાયરોલોજીની લેબોરેટરી માં હવે કોરોના સેમ્પલનું થશે પરીક્ષણ

યોગ્ય પરીક્ષણ થતા કોરોના સ્વોબ ચકાસણી માટેનું મંજૂરી પ્રમાણ પત્ર રાજકોટને મળ્યું : કલેકટરે ખાસ રસ લઈ ૩.૫૦ લાખનું ભંડોળની સગવડ કરી

રાજકોટ :  રાજકોટમાં કોરોના પરીક્ષણની સુવિધા સાથેની આધુનિક લેબોરેટરી ધમધમતી કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે જિલ્લા કલેકટરે ખાસ રસ લઈ રૂ.૩.૫૦ લાખનું ભંડોળની સગવડ કરી આપી ઘટતા સાધનો મંગાવાયા છે મેડીકલ કોલેજમા માઈક્રોબાયોલોજીની વાઈરોલોજી લેબોરેટરી છે ત્યાં જરૂરી ઉપકરણો છે અને વધારાના આવશે

  કોરોનાના ટેસ્ટ માટે બાયો સેફટી કેબીનેટ નામનું ઉપકરણ વિકસવામાં આવ્યું છે જેમાં પ્રથમ સેમ્પલ દિલ્હીથી મંગાવીને રિપોર્ટ મોકલાયો હતો,જેનું યોગ્ય પરીક્ષણ થયાનું જણાતા કોરોના ચકાસણી માટેનું મંજૂરી પ્રમાણપત્ર રાજકોટને મળતા હવે કોરોના સેમ્પલનું રાજકોટમાં પરીક્ષણ થઇ શકશે,

(9:17 pm IST)