Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

કાલથી શહેરની ૩૮ સરકારી અને ખાનગી હોસ્પિટલ ખાતે શરૂ થતા કોરોના સામેની રસીકરણના ત્રીજા તબક્કા સંદર્ભે રાજકોટ મહાનગરપાલિકા ખાતે વોર્ડ પ્રભારીઓ અને અધિકારીઓ સાથે મિટિંગ કરતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ

રસીકરણ અંગે વોર્ડ પ્રભારીઓને પોતાના વોર્ડની જવાબદારી સોંપવામાં આવી તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તેવું આયોજન: મ્યુનિ. કમિશનર

રાજકોટ : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં આવતીકાલ તા. 01.03.2021 થી શહેરની 24 સરકારી અને 14 ખાનગી હોસ્પિટલો સહિત કુલ 38 હોસ્પિટલોમાં રસીકરણની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ રસીકરણ સંદર્ભે આજે સવારે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે તમામ વોર્ડના વોર્ડ પ્રભારીઓ અને અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. જેમાં વોર્ડ પ્રભારીઓને પોતાના વોર્ડમાં રસીકરણની વ્યવસ્થા અને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે રસીકરણ બાબતે સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું.

આવતીકાલ તા. ૧લી માર્ચ, ૨૦૨૧ના રોજ થી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા (તા. ૦૧. ૦૧. ૨૦૨૨ સ્થિતિએ) તથા ૪૫થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા (ઉંમર-૦૧.૦૧.૨૦૨૨ સ્થિતિએ અને બીમારી અંગેનું રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનર નું પ્રમાણપત્ર) નાગરિકોને રસી આપવામાં આવશે. તબક્કાવાર સરકારી દવાખાના, CGHS તથા PMJAY/MA yojana અંતર્ગતની ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવશે. સરકારી દવાખાનામાં રસી વિનામુલ્યે આપવામાં આવશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રૂ. ૧૦૦/- વહીવટી ખર્ચ અને રૂ. ૧૫૦/- રસીની કિંમત લાભાર્થી પાસેથી લેવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રીજા તબક્કાના રસીકરણ અભિયાન માટે આવતીકાલથી શરૂઆતના તબક્કે 38 હોસ્પિટલોમાં (24 - સરકારી+ 14 - ખાનગી) રસીકરણની કામગીરી કરવામાં આવશે. ત્યારબાદ ક્રમશ: તેમાં વધારો કરવામાં આવશે. રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન સજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઇને નોંધણી કરાવી રસી લઇ શકશે. નોંધણી માટે આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ઉપલબ્ધ ના હોય તો નિયત કરેલ ઓળખ કાર્ડ પૈકી કોઇપણ એક ઓળખ કાર્ડ તથા ૪૫-૫૯ વર્ષના કોમોર્બીડ સ્થિતી લાભાર્થી ને રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનર નું પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલ ખાતે રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે, હાલ જે સરકારી હોસ્પિટલ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, કામદાર રાજ્ય વીમા યોજના હોસ્પિટલ, સદર UHC, જંકશન UHC, રામનાથપરા UHC, નારાયણનગર UHC, AHMP UHC, ન્યુ રઘુવીર UHC,હુડકો UHC, ભગવતીપરા UHC, મોરબી રોડ UHC, IMA UHC, કબીરવન UHC, રામપાર્ક UHC, CVD UHC, પ્રણામી ચોક UHC, કોઠારીયા UHC, શ્યામનગર UHC, વિજય પ્લોટ UHC, નાનામવા UHC, નંદનવન UHC, મવડી UHC અને આંબેડકર UHCનો સમાવેશ થાય છે.
રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં અનિષ હોસ્પિટલ, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, ક્રાઈસ્ટ હોસ્પિટલ, HCG હોસ્પિટલ, જલારામ રઘુકુલ સાર્વજનિક હોસ્પિટલ, ઓલયમ્પસ હોસ્પિટલ, રાજકોટ કેન્સર સોસાયટી હોસ્પિટલ, સદભાવના હોસ્પિટલ, શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, યુનિકેર હોસ્પિટલ, વેદાંત હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ અને લોટસ હોસ્પિટલનો સમાવેશ થાય છે

 
(10:09 pm IST)