Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રમેશભાઈ કારીયાના કારખાનામાંથી 98 હજારની ચોરી

રાજકોટ: સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા કારખાનામાંથી તસ્કરો 98000ની મત્તા ચોરી જતા ફરિયાદ થઈ છે. રમેશભાઇ ગોવીંદજીભાઇ કારીયા (ઉ.વ. ૩૫, રહે. ઇ-૬૦૨ પેન્ટાગોન એપાર્ટમેન્ટ સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે)ની ફરિયાદ પરથી માલવીયા નગર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે. રમેશભાઇના સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરીયા શેરી નં ૧૦માં આવેલા જલારામ સબમર્સીબલ નામના કારખાનાના શટરના તાળા તોડી શટર ઉંચકાવી કારખાનામાં પ્રવેશ કરી  તાંબાની રીગ તથા પીતળના બુસીગ રૂ. ૧૫,૦૦૦ના તથા રોકડા રૂપીયા ૪૮,૦૦૦ તથા લેનોવો કંપનીનું લેપટોપ રૂ. ૩૫,000નું મળી કુલ રૂ. ૯૮,000ની કીમતના માલમતાની ચોરી કરી ગયાનું ફરિયાદમાં જણાવાયું છે. એ.એસ.આઇ.જી.વાય પંડ્યા વધુ તપાસ કરે છે.

(5:29 pm IST)