Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

સોમવારથી ૪૫ સરકારી - ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની વેકસીન અપાશે

ત્રીજા તબક્કામાં ૬૦ વર્ષથી વધુ ઉંમરનાં અને ૪૫ થી ૫૯ વયનાં અન્ય રોગ ધરાવતા નાગરીકો વેકસીન લઇ શકશેઃ રસી માટે લાયક લાભાર્થી કોવીડ પોર્ટલ, આરોગ્ય સેતુ એપ અથવા આરોગ્ય કેન્દ્ર સહિતનાં રસીકરણ સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે : શહેરના ૨૧ આરોગ્ય કેન્દ્રો - સરકારી હોસ્પિટલ અને પદ્મકુંવરબા હોસ્પિટલ (ગુંદાવાડી) તેમજ ૨૦ ખાનગી હોસ્પિટલમાં રસી અપાશે

રાજકોટ તા. ૨૭ : કોરોના સામેની રસીકરણના ત્રીજા તબક્કામાં તા. ૧ માર્ચ શનિવારથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલ અને ૨૦ ખાનગી હોસ્પિટલમાં રસી આપવામાં આવશે. રસી માટે લાયક લાભાર્થી કોવિનપોર્ટલ, આરોગ્ય સેતુ એપ અથવા રસીકરણ સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. ત્યારબાદ રસી લઇ શકાશે.આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આગામી તા. ૧લી માર્ચ, ૨૦૨૧ના રોજ થી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા (તા. ૦૧.૦૧.૨૦૨૨ સ્થિતિએ) તથા ૪૫થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા (ઉંમર-૦૧.૦૧.૨૦૨૨ સ્થિતિએ અને બીમારી અંગેનું રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકટીસનર નું પ્રમાણપત્ર) નાગરિકોને રસી આપવામાં આવશે. તબક્કાવાર સરકારી દવાખાના, CGHS તથા PMJAY/MA yojana અંતર્ગતની ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવશે. સરકારી દવાખાનામાં રસી વિનામુલ્યે આપવામાં આવશે જયારે ખાનગી હોસ્પિટલોમાં રૂ. ૧૦૦ વહીવટી ખર્ચ અને ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવનાર રસીની કિંમત લાભાર્થી પાસેથી લેવામાં આવશે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રીજા તબક્કામાં આ રસીકરણ અભિયાન માટે શરૂઆતના તબક્કે ૪૫ હોસ્પિટલોમાં (૨૫ - સરકારીૅ ૨૦ - ખાનગી) રસીકરણ કામગીરી કરવામાં આવશે. ત્યારબાદ ક્રમશઃ તેમાં વધારો કરવામાં આવશે. રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન સજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઇને નોંધણી કરાવી રસી લઇ શકશે. નોંધણી માટે આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ઉપલબ્ધ ના હોય તો નિયત કરેલ ઓળખ કાર્ડ પૈકી કોઇપણ એક ઓળખ કાર્ડ તથા ૪૫-૫૯ વર્ષના કોમોર્બીડ સ્થિતી લાભાર્થી ને રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકટીસનર નું પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે.

રસીકરણ માટે માન્ય ખાનગી હોસ્પિટલો

નામ

હોસ્પિટલના સરનામા

આકાર હોસ્પિટલ

વીરાણી ચોક, મ્યુ. કમિશ્નર બંગલો

અનીષ હોસ્પિટલ

સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ સામે, યાજ્ઞીક રોડ

આયુષ હોસ્પિટલ

વિદ્યાનગર મેઇન રોડ,

બી.ટી. સવાણી કિડની

યુનિવર્સિટી રોડ

ક્રાઇસ્ટ હોસ્પિટલ

માધાપર, જામનગર રોડ

દિવ્યામ હોસ્પિટલ

ગંગા કોમ્પલેક્ષ, વિદ્યાનગર

દોશી હોસ્પિટલ

માલવીયાનગર મેઇન રોડ

એચસીજી

અયોધ્યા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ

જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ

શ્રીનાથજી ટાવર પાછળ, પંચવટી હોલ પાસે

ઓલમ્પસ હોસ્પિટલ

વિદ્યાનગર મેઇન રોડ

કેન્સર હોસ્પિટલ

૧-તિરૂપતિનગર, રૈયા રોડ

સદ્ભાવના હોસ્પિટલ

૧૫૦ ફુટ રીંગ રોડ

શાંતિ મલ્ટી સ્પે.હોસ્પિ.

સાધુ વાસવાણી રોડ

સત્યસાંઇ હાર્ટ હોસ્પિ.

આત્મીય કોલેજ પાછળ, કાલાવડ રોડ

સ્ટર્લીંગ હોસ્પિટલ

નાણાવટી ચોક પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ

યુનિકેર હોસ્પિટલ

શાંતિનગર, નાગેશ્વર જૈન મંદિર પાસે, જામનગર રોડ

વેદાંત હોસ્પિટલ

મોટી ટાંકી ચોક

વોકહાર્ટ હોસ્પ્ટિલ

કાલાવડ રોડ

લોટ્સ હોસ્પિટલ

ઠાકોરજી આર્કેટ, બીજા માળે, કોઠારીયા રોડ

સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિ.

બી.ટી. સવાણી હોસ્પિ. સામે, યુનિવર્સિટી રોડ

(3:33 pm IST)