Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

1 માર્ચના રોજ ઘંટેશ્વર ખાતે નવા ડીસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગનું ભૂમિપૂજન કરાશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, સુપ્રીમ કોર્ટના જજશ્રી એમ.આર.શાહ અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસશ્રી વિક્રમનાથના હસ્તે ભૂમિપૂજન કરાશે

રાજકોટ, તા. ૨૮  અત્રે રાજકોટ જામનગર રોડ પર ઘંટેશ્વર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી,  સુપ્રીમ કોર્ટના જજશ્રી એમ.આર.શાહ અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસશ્રી વિક્રમનાથના હસ્તે નિર્માણ થનાર ડીસ્ટ્રીકટ કોર્ટના અદ્યતન બિલ્ડિંગનું ભૂમિપૂજન તારીખ ૧ માર્ચના રોજ સવારે ૧૧:૦૦ કલાકે થશે.

        આ કાર્યક્રમ કેબિનેટ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત હાઇકોર્ટના જજશ્રી આર.એમ છાયા, શ્રી એસ.એચ.વોરા તેમજ રાજય કક્ષાના મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતીમાં યોજાશે. તેમ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સુશ્રી ગીતાબેન ગોપી તેમજ બાર એસોસિયેશનના પ્રેસિડન્ટશ્રી બી.વી.રાજાણીની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.

(6:36 pm IST)