Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

મનપાના ટુ બીએચકે ફલેટના ફોર્મ વિતરણ-પરતનો સોમવારે છેલ્લો દિ' : મુદત વધશે?

૧૯૦૦૦ ફોર્મ પૈકી માત્ર ર૦૦૦ ફોર્મ પરત આવ્યાઃ મવડી, કાલાવડ રોડ, ૧પ૦ ફુટ રીંગ રોડ પર ૧ર૬૮ આવાસો બનશે

રાજકોટ તા. ૨૮: મ્યુ. કોર્પોરેશન દ્વારાપ્રધાન મંતી આવાસ યોજના અંતર્ગત LIG પ્રકારના એટલે કે ૨ બીએચકે ૧૨૬૮ ફલેટ માટેના ફોર્મ તા. ૧૭થી શરૂ કરવામાં  આવ્યા છે. છેલ્લા નવ દિવસમાં  અંદાજીત ૧૯ હજાર ફોર્મ ઉપડયા છે તેની સામે ૨ હજાર ફોર્મ પરત આવ્યા છે. આ આવાસ યોજનાના ફોર્મ વિતરણ તથા પરત તા. ર જી માર્ચ એટલે કે સોમવાર સુધીમાં થઇ શકશે.  માત્ર હજુ ર૦૦૦ ફોર્મ પરત આવ્યા છે ત્યારે  આ ફોર્મની મુદત વધારાશેે કે કેમ? લાભાર્થીઓમાં સવાલો ઉઠી રહયા છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નાનામૌવા, યુનિવર્સિટી રોડ, મવડી, ૧૫૦ ફુટ રીંગ રોડ સહિતના વિસ્તારમાં ૧ થી ૩ બીએચકે ફલેટ યોજના અંતર્ગત અનુક્રમે ૫૪૨, ૧૨૬૮ અને ૧૨૬૮ મળી કુલ ૩૦૭૮ આવાસોનું ૧થી ૩ બીએચકે ફલેટની આવાસ યોજના નિર્માણ કરવામાં આવી રહી છે.

મ્યુ.કોર્પોરેશન દ્વારા ૫૦ ચો.મીમાં રાણી ટાવર પાછળ, કાલાવડ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, દ્વારકેશ હાઇટસની બાજુમાં તથા સેલેનીયમ હાઇટસની સામે, મવડીથી પાળ ગામ રોડ વિસ્તારમાં ૨બી.એચ.કે  આવાસ યોજનનાં ૧૨૬૮ ફલેટનું  નિર્માણ કરવમાં આવી રહ્યુ છે. આ ફલેટની કિમંત રૂ.૧૨લાખ છે. જેના ફોર્મનું વિતરણ ૧૭ ફેબ્રુઆરીથી શહેરની આઇસીઆઇસીઆઇ બેંકની તમામ બ્રાંચ તથા મ્યુ. કોર્પોરેશનના સિવિક સેન્ટરોમાંથી થયું રહ્યું છે.

ટુ બીએચકેના આજ દિન સુધીમાં ૧૯૦૦૦ ફોર્મ ઉપડયા છે જેની સામે ર૦૦૦ ફોર્મ પરત આવ્યા છે. હજુ વધુ ફોર્મ આવે અને ઘર વિહોણા લોકોને પોતાના માલીકીના ઘરનો લાભ મળે તે હેતુથી તંત્ર દ્વારા ફોર્મની મુદતમાં વધારો કરવામાં આવે તેવી લાભાર્થીઓમાં ચર્ચાઓ ચાલી રહી છે.

(4:15 pm IST)