Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

૧રમી માર્ચથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષા : ૪૯૮૬૯ પરીક્ષાર્થીઓ

રાજકોટ તા. ર૮ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૧રમી માર્ચથી પ્રથમ તબકકાની પરીક્ષા શરૂ થશે.

૧રમી માર્ચની વિવિધ વિદ્યાશાખાની ૩ર પરીક્ષામાં કુલ ૪૯૮૬૮ પરીક્ષાર્થીઓ છે જેમાં બીએ સેમ.૬માં ૧૦ર૮૪, બી.બી.એ સેમ ૬, ર૬ર૪, બીસીએ સેેમ ૬ રપ૯૪, બીકોમ સેમ૬ ૧૭૭૩૮, બીેએસસી સેમ.૬ પ૯રર, એલએલબી સેમ.૪ ર૧૦૭, એેલએલએમ સેમ ૬ ૧૬૪૩ મળી કુલ ૪૯૮૬૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી ખાસ લગાડવાની સુચના આપવામાં આવી છે. ગેરરીતી અટકાવવા ચેકીંગ સ્કવોર્ડને પણ પૂર્ણ સમય કેન્દ્રમાં રોકાવવાની સુચના આપવામાં આવી છે.

(4:14 pm IST)