Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

વિજ્ઞાન ક્ષેત્રે ભારતનો દુનિયાભરમાં ડંકો

પ્રોફેસર સી.વી. રામન : આજના દિવસે મહાન ખોજ કરી હતી, આ સિધ્ધી બદલ તેઓને નોબલ પુરસ્કારથી નવાજવામાં આવેલા : હાલમાં દેશમાં ૪ સાયન્સ સીટી

બાળમિત્રો, આજે ૨૮ ફેબ્રુઆરી એટલેે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. વિજ્ઞાન થી થતા ફાયદાઓ અને લાભ પ્રત્યે સમાજમાં જાગૃતિ આવે તે માટે આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વમાં બીજા દેશની સરખામણીએ ભારત પાસે આવનારો સમય ગોલ્ડન એરા છે. સૌથી વધુ યુવાધન ધરાવતું ભારત ધારે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અનેક અવનવી શોધો કરી શકે. ભારતમાં આર્યભટ્ટ, ચંદ્રશેખર અને વેંકટ રામન જેવા અનેક વિદ્યાર્થીઓ થઇગયા. જેમણે વિજ્ઞાનના ક્ષેત્રે દેશનું નામ વિશ્વભરમાં રોશન કર્યુ છે. ચાલો જાણીએ આ દિવસની ઉજવણી પાછળના કારણો...

દેશમાં ઇ.સ. ૧૯૮૬ થી પ્રતિ વર્ષ ૨૮ ફેબ્રુઆરીના રોજ નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે છે. પ્રોફેસર સી.વી. રામને આ દિવસે કલકત્તામાં એક મહાન ખોજ કરી હતી, જે રામન ઇફેકટના રૂપમાં પ્રસિધ્ધ કરવામાં આવી હતી. સી.વી. રામનને તેમની આ ખોજ બદલ ઇ.સ. ૧૯૩૦માં નોબલ પુરસ્કારથી નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ચંદ્રશેખર વેંકટ રામન, ભારતના ભૌતિક વિજ્ઞાની હતા. ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે તેમના પ્રદાનને કારણે એકમાત્ર ભારતજ નહીં પણ વિશ્વભરના લોકો માટે તેમનું જીવન અને કવન પ્રેરણાસ્ત્રોત સમાન છે.

વિજ્ઞાન ક્ષેત્રે થઇ રહેલા નવા પ્રયોગો પ્રત્યે જાગૃતિ આવે તે માટે દેશમાં સાયન્સ સિટી પણ બનાવવામાં આવી છે. કલકત્તા, લખનૌ, અમદાવાદ અને કપૂરથલાએ આપણા દેશના ચાર સાયન્સ સિટી છે. તે ઉપરાંત ગૌહાટી અને કોટ્ટયમમાં પણ સાયન્સ સિટીનું નિમાર્ણ થઇ રહ્યું છે સાયન્સ સિટી વિજ્ઞાનનાં ક્ષેત્રમાં થઇ રહેલી પ્રગતિ અને સંશોધનના પ્રદર્શનનું કેન્દ્ર છે. તેમાં વિજ્ઞાન થી જોડાયેલી ૩ડી ફિલ્મો પણ દર્શાવવામાં આવે છે. નેશનલ સાયન્સ ડેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે આકર્ષિત કરવાનો હોય છે. તેમજ દર વર્ષ આ દિવસ એક થીમ સાથે ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૪ની થીમ ''FosteringScientific Temper'' હતી જ્યારે આ વર્ષ થીમ ''Science Nation Building'' રાખવામાં આવી છે.  અધિકૃત ડે : નેશનલ સાયન્સ ડે :ઉજવવામાં આવે છે : ભારત પ્રકાર : જાહેર ઉજવણી : વૈજ્ઞાનિકોના વકતવ્યો, નિબંધ, લેખન, વિજ્ઞાન પ્રદર્શન, સેમિનાર અને પરિસંવાદ, તારીખ : ૨૮મી ફેબ્રુઆરી

(4:13 pm IST)