Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

શહેર પોલીસ દ્વારા ધોળકિયાની વિદ્યાર્થીનીઓને નારીશકિત - નારી સુરક્ષા અંગેની માહિતી અપાઇ

'નારી તુ નારાયણી', 'નારી તું નથી અબળા હવે તું છો સબળા' આ સ્લોગન પહેલા બોલવા ખાતર બોલવા ખાતર બોલતા હતા, પરંતુ  સ્ત્રીઓ ઉપર થતા અત્યાચાર બાબતે નવા નવા કાયદા બહાર પડતા હવે  સ્ત્રી સશકત બનેલ છે અને કાયદાનો આધાર મેળવી પોતાના પગ ઉપર ઊભી રહી સમાજમાં પુરૂષો સમોવડી બનેલ છે.

શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ્રના માર્ગદર્શન હેઠળ એ-ડિવિઝન મહિલા પોલીસ દ્વારા સ્વ. શ્રી એસ. જી. ધોળકિયા મેમો. શાળાની વિદ્યાર્થીની બહેનોને નારી શકિત અને નારી સુરક્ષા અંગેની માહિતી આપવામાં આવી હતી. તેઓએ રાજકોટ શહેર પોલોસ દ્વારા લોન્ચ કરાયેલ મોબાઈલ એપ્લિકેશન 'સુરક્ષિતા'ની ઊંડાણપૂર્વક માહિતી આપી આ એપ્લિકેશન દ્વારા મુસીબતમાં ફસાયેલ કોઈપણ મહિલા 'દુર્ગાશકિત' ગ્રુપની મદદ મેળવી શકે છે તેમજ ફરિયાદ અંગે સંપૂર્ણપણે ગોપનીયતાની બાહેંધરી આપી હતી.

સાયબર ક્રાઇમના ઘણા કિસ્સામાં મહિલાના નામનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી તેમાં  સ્ત્રીની ગરીમા ન જળવાઈ તેવી લોભામણી જાહેરાતો અને ખરાબ કોમેન્ટ મુકે છે તથા છોકરીઓના ફોટા સાથે છેડછાડ કરી છોકરીઓના ફોટોગ્રાફ તથા પ્રાઈવેટ માહિતીનો ખોટો ઉપયોગ કરી તેને ટ્રોલ કરે છે. આ બાબતે સાયબર ક્રાઈમનો કાયદો અસ્તિત્વમાં આવેલ છે પરંતુ મહિલોઓ પોતાના તરફથી પણ થોડી સાવધાની રાખે તો આ સમસ્યાથી બચી શકે છે અને સોશ્યલ મીડિયાનો નિર્ભય રીતે ઉપયોગ કરી શકે છે તેમ છતાં કોઈ પણ સમસ્યામાં ફસાય જાય તો વિના સંકોચ કોઈપણ જાતનો ડર રાખ્યા વગર પોલીસની મદદ મેળવી શકે છે તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

તે સિવાય તરછોડાયેલ તથા ભોગ બનેલી બહેનો માટે 'સેલ્ટર હોમ' દ્વારા અપાતી સહાય તથા સુવિધા વિશેની વિશેષ માહિતી આપી જેમા શોષિત બહેનોને આશ્રય આપવામાં આવે છે, કાઉન્સિલિંગ કરવામાં આવે છે તથા પોતે પગભર થઈ શકે તે માટેની સહાય આપવામાં આવે છે. ઈન્ટરનેટ અને મોબાઈલ રીલેટેડ સાયબર ક્રાઈમથી બચવા માટે મહિલાઓ જાગૃત બને અને સોશ્યલ મીડિયાનો યથાયોગ્ય ઉપયોગ કરી સ્વબચાવ કરી શકે તે માટે મોબાઈલ રિચાર્જ શોપ, ડેબિટકાર્ડ કલોનિંગ, કી-લોગર, રેન્સમવેર, સાયબર સ્ટોકીંગ, પિકચર મોફિંગ, કેમેરા હૈકિંગ, સોશિયલ ડ્રોતિંગ, લોભામણી સ્કીમ, જાતીય સતામણી માટે પ્રોફાઈલ, વાઈ-ફાઈ હેકીંગ વગેરે સાયબર ક્રાઈમ પર માહિતી આપી વિદ્યાર્થીનીઓને સ્વબચાવ માટે જાગૃત કરી હતી તેમજ ગુજરાત પોલીસ દ્વારા પ્રકાશિત માહિતી પુસ્તીકા 'સાયબર સુરક્ષીત મહિલા' આપવામાં આવી હતી.

આ ઉપરાંત એ-ડિવિઝન મહિલા પોલીસ દ્વારા શ્નદ્ગક્નજીક શકિત' તથા શ્નઊંચઁક બચાવો' ના સ્લોગનના લખાણ અંગેની સ્પધનિું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકિયા, જીતુભાઈ ધોળકિયાએ રાજકોટ પોલીસ દ્વારા મહિલાઓને ઓનલાઈન સુરક્ષિત બનાવવાના આ પ્રસાયને બિરદાવ્યો હતો અને તેની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.

(4:13 pm IST)