Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

સ્વ. સરયુબેન શેઠને સૂરના સંગાથે અંજલી

સ્માઇલ કરાઓકે કલબે જમાવટ કરી : હ્ય્દયસ્પર્શી ગીતો રજુ : ઓન સ્ક્રીન પ્રોજેકશનનો નવતર પ્રયોગ : એક એક ગીતો પર શ્રોતાઓ ડોલી ઉઠયા

રાજકોટ : સ્માઇલ કરાઓકે કલબ દ્વારા ઋષભ વાટીકા ખાતે તાજેતરમાં સ્વ. સરયુબેન શેઠના સ્વજનો દ્વારા હ્ય્દયસ્પર્શી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કિશોરભાઇ મંગલાણીના સંગીત ગ્રુપે ભારે જમાવટ કરી હતી. ઓરીજનલ ગીતના ઓન સ્ક્રીન પ્રોજેકશન સાથે કરાઓકેના સથવારે રજુ થયેલ આ કાર્યક્રમમાં સરોદ વાદક અને સાહિત્યકાર એવા વિમલભાઇ ધામીએ વૈષ્ણવજન તો તેને રે કહીએ પ્રાર્થનાગીતથી શરૂઆત કરાવી હતી. સંગીતમય ગ્રુપો સાથે સંકળાયેલા ચંદ્રકાન્તભાઇ શેઠ દ્વારા અભિવાદન સાથે દરેક શ્રોતાઓનું સ્વાગત કરવામાં આવેલ. સ્વ. સરયુબેન શેઠને ભાવાંજલી અર્પણ કરતા આ કાર્યક્રમનું દીપ પ્રાગટય શેઠ પરિવારની બાલીકાઓ રીષીકા અને દીયા તથા ડો. સુધીરભાઇ શાહ, ડો. મુકેશ ઉદાણી, ડો. રાજેશ તેલી, કિશોરભાઇ મંગલાણી, મુકેશભાઇ શેઠ, નીજાનંદ સંગીત ગ્રુપના શ્રી ખોલીયા સહીત અને મુખ્ય ગાયકોના હસ્તે કરવામાં આવ્યુ હતુ. વિમલભાઇ ધામી અને કિશોરભાઇ મંગલાણી ઉપરાંત શ્રીમતી મમતાબેન મંગલાણી, જૈન અગ્રણી ચંદ્રકાન્તભાઇ શેઠ, મધુકરભાઇ મહેતા, ડો. દિનેશભાઇ શ્રીમાંકર, ડો. શ્રીમતી રંજનાબેન શ્રીમાંકર, સંજીવભાઇ દોશી, શ્રીમતી સ્વાતિબેન દોશી, ડો. સુધીરભાઇ શાહ, શ્રીમતી જયોતિબેન શાહ, દિવ્યકાંતભાઇ પંડયા, જીતેન્દ્રભાઇ ભટ્ટ, શ્રીમતી ગીતાબેન ભટ્ટ, ડો. મુકેશભાઇ ઉદાણી, શ્રીમતી મનીષાબેન ઉદાણી, શ્રીમતી હીનાબેન કોટડીયા, શ્રીમતી વિભાબેન દવે, શ્રીમતી અલ્કાબેન શેઠ, રીષીકા શેઠ, પરેશભાઇ માણેક, પંકજભાઇ ઝીબા, સુરેશભાઇ વાસદાણી, અશોકભાઇ ચંદ્રવાડીયા, શ્રીમતી સાધનાબેન વિભાકર, ડો. ઉમંગભાઇ સિહોરા, શ્રીમતી જહાન્વીબેન ચોવટીયા (શેઠ), શ્રીમતી જેસલબેન શેઠ વગેરેએ મધુર અને કર્ણપ્રિય ગીતો રજુ કર્યા હતા. આ તકે સ્ક્રિન ઉપર તેમજ રજુ થતા ગીતોનો તાલમેલ સાધનાર કિશોરભાઇ મંગવાણીનું ડોલરભાઇ કોઠારી, વિમલભાઇ, તનસુખભાઇ સંઘવી, મનોજભાઇ ડેલીવાળા, પ્રતાપભાઇ વોરા, સુશીલભાઇ ગોડા, દિલીપભાઇ શેઠ સહીતના મહાનુભાવોના હસ્તે સન્માન કરાયુ હતુ. સંગીતપ્રેમી સ્વ. સરયુબેન શેઠના પરીવારજનો દ્વારા સુખડના પુષ્પો સાથે ભાવાંજલી અર્પણ કરવામાં આવી હતી.

(4:12 pm IST)