Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

એઇમ્સ માટે નકશો તૈયાર : ડીઝાઇન ફાઇનલઃ બે એજન્સીને કામ સોંપાયું: સંપાદન અંગે આખરી જાહેરનામું

સરકાર ૧ ચો.મી.ના ૩૮ર લેખે આપશેઃ ખેડૂતે ર૪૦૦ થી વધૂ માગ્યા :પબ્લીક સેકટરની બે એજન્સી કમ્પાઉન્ડ વોલ અને અંદરનું બાંધકામ કરશે

રાજકોટ તા. ર૮ : માર્ચ મહિનામાં જેનું વડાપ્રધાનના હસ્તે ખાતમુર્હુત થવાની શકયતા છે તે એઇમ્સ બાંધકામના કામે ગતિ પકડી છે. એઇમ્સ માટે ૧૦ હજાર ચો.મી. ખાનગી જમીન સંપાદન કરાઇ છે, તે અંગે આખરી જાહેરનામું બહાર પડી ગયું છે, એવોર્ડ હવે જાહેર થશે, સરકારે નીયમ મુજબ ૧ ચો.મી.ના રૂ.૩૮ર નો ભાવ ફાઇનલ કર્યો છે, તે સામે જેની જેમીન છે તે ખેડૂતો વળતર અંગે ૧ ચો.મી.ના રૂ. ર૪૦૦ થી વધૂ માંગ્યા છે.

બીજી બાજુ એઇમ્સ જે પ્રકારે બનવાની છે તે નકશો ફાઇનલ કરી લેવાયો છે, અને ડીઝાઇન પણ તૈયાર કરાઇ છે.

સરકારે બે એજન્સી-પબ્લીક સેકટરની ફાઇનલ કરી કામ સોંપી દીધું છે, જેમાં એચઆઇટીઇએસ નામની એજન્સી ફરતી કમ્પાઉન્ડ વોલ બનાવશે તો એચએસસીસી નામની એજન્સી અંદરનું બાંધકામ કરશે.

હવે આમાં પણ નવો વિવાદ એ જાગ્યો છે કે એઇમ્સ સૂધીનો રોડ, રૂડા બનાવશે, પણ અંદરનો રોડ કોણ બનાવશ ેતે હજુ ફાઇનલ થયું નથી, અને આ મૂદો સીધો ગાંધીનગર સુધી પહોંચ્યો છે.

(3:55 pm IST)