Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

એ ભયંકર-રાક્ષસી સ્પીડ બ્રેકરોની ઉંચાઇ દુર કરોઃ ર૦૦ મીટરમાં પાંચ-પાંચ સ્પીડ બ્રેકર !!

ગીતગુર્જરી-જસાણી પાર્કના લોકોમાં ભારે રોષઃ વોર્ડ ઇજનેરને ફરીયાદ

રાજકોટ તા.ર૮ : ગીતગુર્જરી સોસાયટી-જસાણી પાર્કના રહેવાસીઓએ વોર્ડ નં.રના ઇજનેર ફરીયાદ પાઠવી આપની વોર્ડ ઓફીસ પાસેના મેઇન રોડ પર નિયમ વિરૂદ્ધની સાઇઝના બનેલા ભયંકર રાક્ષસી સ્પીડ બ્રેકરની અયોગ્ય ઉંચાઇ દુર કરવા માંગણી કરી છે.

રાજકોટ મ્યુ.કોર્પોરેશનના વોર્ડ નં. ર ની વોર્ડ ઓફીસ પાસેગીતગુર્જરી સોસાયટી શેરી નં. ૧ થી આપની વોર્ડ ઓફીસની પાસેના મેઇન રોડ પર મહાકાલેશ્વર મંદિર સુધીના માત્ર ર૦૦ મીટરના અંતરમાં બિનજરૂરી પાંચ સ્પીડ બ્રેકર બનેલા છે.

તાજેતરમાં મ્યુ.કોર્પોરેશન દ્વારા આ રોડ પર ડામરકામ થયું ત્યારે આ પાંચેય સ્પીડ બ્રેકરનું કદ અને ઉંચાઇ નિયમ વિરૂદ્ધના અને વધુ પડતા ઉંચા બનાવેલ છે. જેનાથી આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને સીનીયર સીટીઝનોને મહિલાઓને ખુબજ તકલીફ પડે છે. તેમજ આ રોડ પરથી રોજ મોટી સંખ્યામાં પસાર થતી સ્કુલ બસ રીક્ષાઓમાં બેસેલા નના બાળકોને પણ તકલીફ પહોંચે છે. રા.મ્યુ.કો.ના નિયમ વિરૂદ્ધ બનાવેલા આ ઉંચા અનેવિચિત્ર પંચ પાંચ બિનજરૂરી સ્પીડબ્રેેકર ઉપરથી પાસર થતા વાહનચાલકોને ઉછળવું પડે છે. અને માત્ર ર૦૦ મીટરના અંતરમા પાંચ પાંચ સ્પીડ બ્રેકર એમાર્ગ પરિવહનના નિયમની વિરૂદ્ધ છે. આથી વહેલાસર આ પાંચ સ્પીડ બ્રેકરની સંખ્યા ઘટાડવા અને નિયમ વિરૂદ્ધની  ઉંચાઇ, ઢાળ દુર કરીને પ્રજાજનોની તકલીફને દુર કરવા અરજ છે.

(3:54 pm IST)