Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

હત્યા, ધાડ અને હથિયારના ગુનામાં જેલમાંથી પેરોલ જંપ કરનારા કિરીટસિંહ ઉર્ફે હકાને ઝડપી લેતી રેલવે LCB

રાજકોટઃ રેલવેના ડીઆઇજી ગૌતમ પરમાર તથા એસપી ભાવનાબેન પટેલ, ડીવાયએસપી પી. પી. પીરોજીયા તથા રાજકોટ રેલવે પોલીસ મથકના પીઆઇ આર. એમ. દવેની સૂચનાથી રેલવે એલસીબીના પીએસઆઇ એસ. એચ. ઝાલા, હેડ કોન્સ. સરફરાઝહુશેન, રામજીભાઇ, રીયાઝભાઇ, ધર્મેન્દ્રસિંહ, જયવીરસિંહ તથા તેજસભાઇ સહિત મીલકત સંબંધી ગુનાઓમાં નાસતા-ફરતા શખ્સોને પકડી પાડવા માટે પેટ્રોલીંગમાં હતા ત્યારે રેલવે સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનોમાં ચઢતા-ઉતરતા પેસેન્જરો પર વોચ દરમ્યાન એક શખ્સને શંકાના આધારે પકડી લઇ તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ કીરીટસિંહ ઉર્ફે હકો વાઘજીભાઇ ચૌહાણ, (રહે. ટીકર પરમાર ભરાજી તા. મૂળી) નામ આપ્યું હતું. તપાસ દરમ્યાન પકડાયેલો શખ્સ કિરીટસિંહ ઉર્ફે હકો વાડજ પોલીસ મથકના હત્યા, ધાડ અને હથિયારના ગુનામાં પકડાયા બાદ તે અમદાવાદ સાબરમતી જેલમાં સજા ભોગવતો હતો બાદ તે પેરોલ પર છૂટયા બાદ ફરાર થઇ ગયો હતો. તેમ જાણવા મળતા રેલવે એલસીબીની ટીમે તેને પકડી લઇ સાબરમતી જેલમાં સોંપવા તજવીજ હાથ ધરી હતી.

(3:53 pm IST)