Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ભીમરાવનગરમાં બાકીમાં દૂધની થેલી ન દેતાં રતનબેન મીરને ઢીકા-પાટુનો માર

સામે મનિષ પરમાર પણ પોતાના પર હુમલાની રાવ સાથ સારવારમાં

રાજકોટ તા. ૨૮: આજીડેમથી આગળ માંડા ડુંગર પાસે ભીમરાવનગર-૧૩માં રહેતાં રતનબેન ભગાભાઇ મીર (ઉ.વ.૪૦) પોતાની દૂધની દૂકાને હતાં ત્યારે આ વિસ્તારના જ મનિષ પરમાર જોવુબેન સહિતે આવી ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

સામા પક્ષે મનિષ હિતેષભાઇ પરમાર (ઉ.૨૫) પણ પોતાના પર લાલો, ગણેશ અને ત્રણ અજાણ્યાએ હુમલો કરી ઢીકા-પાટુનો માર માર્યાની ફરિયાદ સાથે સિવિલમાં પહોંચતા દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

રતનબેનના સગાના કહેવા મુજબ બાકીમાં દૂધની થેલી ન આપતાં માથાકુટ થઇ હતી.

(3:45 pm IST)