Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ત્રણ દિવસ ઉત્સવી આયોજન : ફેશન શો, ડાન્સ સ્પર્ધા, કરાઓકે સહિત વૈવિધ્યસભર કાર્યક્રમો

રવિ રાંદલ ફિલ્મસ અને સી.કે. ગુજરાત ૧૬૧૬ ફિલ્મસના સંયુકત ઉપક્રમે નાનામૌવા સર્કલ ખાતે આયોજન

રાજકોટ તા. ૨૮ : એક જ સ્થળે કરાઓકે, ગીત, રેમ્પવોક, ડાન્સ સ્પર્ધા અને ફેશન શો સહીતના વૈવિધ્ય સભર કાર્યક્રમોનું આયોજન રવિ રાંદલ ફિલ્મસ અને સી.કે. ગુજરાત ૧૬૧૬ ફિલ્મસ દ્વારા કરાયુ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે પ્રતિલોક પાર્ટી પ્લોટ, નાના મૌવા સર્કલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે આજે તા. ૨૮ થી આ ઉત્સવી મેળાનો પ્રારંભ કરવામાં આવેલ છે.

જેમાં આજે તા. ૨૮ ના કરાઓકે ફિલ્મી ગીત સ્પર્ધા થશે. કાલે તા. ૨૯ ના બ્રાઇડલ, રેમ્પવોક સ્પર્ધા થશે. તેમજ રાજકોટ મુંબઇના પ્રોફેશ્નલ મોડેલ નેહા ગુપ્તા, વર્ષા પરમાર, સાક્ષી રજપૂત, પ્રિયંકા નીકાજે, મનોજ રાવ, મહમદ જાફીયા, જીતુ કનોજીયા દ્વારા ફેશન શો યોજવામાં આવ્યો છે.

જયારે તા. ૧ ના ડાન્સ સ્પર્ધા રાખેલ છે. આમ ત્રણ દિવસ સુધી દરરોજ સાંજે ૬ વાગ્યાથી વૈવિધ્યસભર કાર્યક્રમો માણવા મળશે. પાસ તેમજ વધુ વિગતો માટે હિતેષ ગણાત્રા મો.૮૧૬૦૦ ૬૯૨૩૨ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

કાર્યક્રમ માટે ચાંદની પરમાર, નારાયણ સેવા સંસ્થાન, રજવાડી ફેમીલી કલબ અને આર.એફ.સી. ઇવેન્ટસ પ્રા.લી.નો સહયોગ મળેલ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા વર્ષા પરમાર, સાક્ષી રજપુત, આશા ચાવડા, જીતુ કનોજીયા, મહમદ જાફીયા, નિલેશ પરમાર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:30 pm IST)