Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

લીટલ લોર્ડસ સ્કુલનો વાર્ષિક સમારોહઃ ભૂલકાઓ દ્વારા કલાકૃતિ

દિયા લાઇટીંગ-સાઇબાબા-તારે આસમાન પે- શિવતાડંવ-ધૂમર-બોલીવુડ તડકા

રાજકોટઃ અહિંની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા લીટલ લોર્ડસ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા બારમો વાર્ષિક સમારોહ યોજાયો હતો. લીટલ લોર્ર્ડસ સ્કુલના નાના-નાના  ૬૦૦ ભુલકાઓ  દ્વારા દીયા લાઇટીંગ, સાઇબાબા, તારે આસમાન પે, રાધે ક્રિષ્ના, બમબમ ભોલે, શિવ તાંડવ, ઘૂમર, બોલીવૂડ, તડકા, શંકરા રે શંકરા સહિતની કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ ઉપરાંત શાળાના શિક્ષકો દ્વારા પણ કૃતિઓ રજુ કરવામાં આવેલ. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહયા હતા.

આ આયોજનને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટી શ્રી કેતનભાઇ પટેલ તથા પ્રિન્સીપાલ ઉર્મીબેન પટેલ તેમજ શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:29 pm IST)