Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ગુજરાત હાઈકોર્ટનાં જસ્ટીસ બિરેન વૈષ્ણવનો ચુકાદો

કોઠારીયા વાડાની ૪ ગુઠા જમીનની નોંધ રદ્દ ઠરાવતો મહેસુલ સચિવનો હુકમ કાયમ રાખતી ગુજરાત હાઈકોર્ટ

રાજકોટ, તા. ૨૮ : રાજકોટ તાલુકાના ગામ કોઠારીયાના રે.સ.નં.૧૮૫/૩ ની જમીન એકર ૦-૦૪ ગુઠા નવી માપણીથી પોપટભાઈ જાદવભાઈના ખાતે ની ગામનો નમુના નં. ૬માં હકકપત્રકે ફેરફાર નોંધ નં.૩૮૧ તા.૧૫— ૭-૧૯૬૫ થી આવેલ છે. ત્યારબાદ પોપટભાઈ જાદવભાઈનુ અવસાન થતા તેમના કાયદેસરના વારસદાર દરજજે પ્રભાબેન પોપટલાલ પરસાણા વિગેરેના નામની વારસાઈ નોંધ ગામનો નમુનો નં.૬ માં નોંધ નં.૨૯૧૧ તા.૨૯-૮-૨૦૦૬થી દાખલ કરીને મંજુર થયેલ, ત્યારબાદ ઉપરોકત નોંધ નં.૨૯૧૧ ચાલુ હોવા છતા ગામનો નમુનો નં.૬માં આ માલતદાર અને સામાવાળા મીઠા ભવાનાના વારસોએ એ નોંધ નં.૩૦૨૬ દાખલ કરેલ અને જેના તકરારી કેસ નં.૪૧/ર૦૦૭ ના કામમાં તા.૧૧-૬-૨૦૦૮ ના રોજ હુકમ કરીને નોંધ નં.૩૦૨૬ પ્રમાણિત કરીને પ્રભાબેન પોપટલાલ પરસાણા વિગેરેના નામ કમી કરીને જમીન મીઠા ભવાનના નામ ઉપર ટ્રાન્સફર કરેલ, ત્યારબાદ મામલતદાર શ્રીના હુકમની સામે રાજકોટના મહે.ડે .કલેકટર સમક્ષ અપીલ અરજી દાખલ કરેલ જેના કેસ નં.૬૫/ર૦૦૮ તા.૧૯-૨-૨૦૧૫ થી મામલતદારનો હુકમ કાયમ રાખી અપીલ ના—મંજુર કરેલ છે. આથી નાયબ કલેકટરશ્રીના હુકમની સામે મહે.કલેકટરશ્રીને રીવીજન અરજી કરેલ જે રીવીઝન કલેકટરશ્રીએ પુરતા પુરાવા ચકાસ્યા વિના તા.૪-૬-૨૦૧૯ ના હુકમથી ના—મંજુર કરેલ.

પ્રભાબેન પરસાણએ કલેકટરશ્રીના તા.૪-૬-૨૦૧૯ના હુકમની સામે મહેસુલ વિભાગ (વિવાદ) અમદાવાદ સમક્ષ રીવીઝન અરજી કરેલ છે રીવીઝન અરજી અરજદાર પ્રભાબેન પરસાણા વતી એડવોકેટ મનિષ એચ. પંડયાએ રજુ કરેલ કે, જે કેસમાં મહેસુલ સચિવશ્રી કે. એમ. ભીમજીયાણીશ્રીએ ઠરાવેલ કે, માપણી રજીસ્ટરના ઉતારા મુજબ રે.સ.નં.૧૮૫/ર કુવાની ૦-૦૪ ગુઠા જમીન પોપટ જાદવ અને મીઠા જાદવની છે જયારે રે.સ.નં.૧૮૫/૩ ની વાડાની જમીન ૦-૦૪ ગુઠા પોપટ જાદવના ખાતે ચાલે છે. જે ખેતરના નામમાં વાડો અને આ માપણી રજીસ્ટરના આધારે રેકર્ડમાં નોંધ નં.૩૮૧ તથા ૪૨૪ દાખલ થયેલ છે. નોંધ નં.૩૦૨૬ મામલતદારશ્રીએ જે મંજુર કરેલ છે તે નોંધ વેચાણ દસ્તાવેજ અનુ.ન.૩૧૨૬ તા.૧૪-૧૨-૧૯૫૯ ના આધારે મંજુર કરેલ છે અને તે વેચાણ દસ્તાવેજ કુવાની જમીનનો અને એક કોષનો જ છે જયારે વાદવાળી મીલ્કત વાડાની હોય નોંધ નં.૩૦૨૬ રેકર્ડ સાથે સુસંગત નથી. પ્રભાબેન પરસાણાનો  વારસાઈ નોંધ નં.૨૯૧૧ મામલતદાર  શ્રીએ મંજુર કરેલ છે. અને રેકર્ડમાં અમો એપેલન્ટનુ નામ ચાલુ હોવા છતા, મામલતદારએ રેકર્ડ ઓફ રાઈટ વિરૂદ્ધ મીઠા ભવાનની નોધ નં.૩૦૨૬ મંજુર કરેલ છે. વર્ષ ૧૯૫૯ ના વેચાણ દસ્તાવેજની નોંધ વર્ષ ૨૦૦૭માં કરવા માટેઆવેલ છે આમ ૪૮ વર્ષ જેટલા સમય ગાળા બાદ વેચાણ દસ્તાવેજના આધારે મીલ્કત ઉપર માલીકી હકક સાબીત કરવા માટે આવેલ છે જે અંગે કોઈ ખુલાસો કરેલ નથી.

આમ ઉપરોકત બાબતોનો ઉલ્લેખ કરી મહેસુલ સચિવ (વિવાદ)એ પ્રભાબેન પરસાણાની રીવીઝન અરજી મંજુર કરેલ છે અને નોંધ નં.૩૦૨૬ ના-મંજુર ઠરાવેલ છે. આ હુકમની સામે મીઠા ભવાનના વારસો શૈલેષ હરજી પરસાણા વિગેરેએ નામ.  હાઈકોર્ટમાં સ્પે.સી.એ.નં.૩૫૮૫/૨ર૦૨૦  દાખલ કરેલ જેમા પ્રભાબેન પોપટભાઈ પરસાણા વતી એડવોકેટ ઝલક પીપળીયા  હાજર રહી દલીલ કરેલ જે ઘ્યાને લઈને નામ.હાઈકોર્ટએ મહેસુલ સચિવનો હુકમ કાયમ રાખેલ અને પીટીશ્યન ડીસમીસ કરતો હુકમ તા. ૧૩-૨-૨૦૨૦ ના રોજ ફરમાવેલ છે.

આ કામમાં એપેલન્ટ વતી નામ. હાઈકોર્ટમાં ઝલક પીપીળીયા (અમદાવાદ) અને રાજકોટ ખાતે સંજય એચ.પંડયા,મનિષ એચ.પંડયા,રાજેશ પટેલ, ઈરસાદ સેરસીયા, હીતેષભાઈ ગઢવી, હીરેન્દ્ર મકવાણા, રોકાયેલ હતા.

(12:54 pm IST)