Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

રાજકોટ લોહાણા મહાજનની રજીસ્ટર્ડ ઓફીસ-કાર્યાલયનું રવિવારે શહેરની મધ્યે સ્થળાંતર

સમયને અનુરૂપ કોર્પોરેટ લુક સાથે રીનોવેટ થયેલ નવા કાર્યાલયના ઉદ્દઘાટન સાથે રાજકોટ લોહાણા મહાજનનીવેબસાઇટ www.rajkotlohanamahajan.org તથા મોબાઇલ એપ્લીકેશન rajkot lohana mahajan નું પણ લોન્ચીંગ થશે નવનિર્મિત સ્થળને ''લોહાણા મહાજન સેવા સદન'' (શેઠશ્રી જયંતિલાલ ગોવિંદજી કુંડલીયા સ્મૃતિ ભવન) નામ અપાયું

રાજકોટ, તા. ર૮ : જ્ઞાતિહિત તથા જ્ઞાતિ ઉત્કર્ષની સામાજીક, સેવાકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક, આરોગ્યલક્ષી, રોજગારલક્ષી સહિતની સમાજોપયોગી પ્રવૃતિઓ રાજકોટ લોહાણા મહાજન દ્વારા સતત ચાલતી જ રહેતી હોય છે. હાલમાં રાજકોટ લોહાણા મહાજનની રજીસ્ટર્ડ ઓફીસ-કાર્યાલય આશરે છેલ્લા ૬પ વર્ષોથી સાંગણવા ચોક, લોહાણા  મહાજન વાડી, રાજકોટ ખાતે કાર્યરત છે.

સમય તથા દાયકાઓ પસાર થતા રાજકોટનો વિસ્તાર, વસ્તી, ટ્રાફિક અને જ્ઞાતિજનોની વસ્તી સતત વધવા લાગતા સમયને અનુરૂપ શહેરની મધ્યમાં લોહાણા મહાજનનુંં મધ્યસ્થ કાર્યાલય રાખવાનો નિર્ણય રાજકોટ લોહાણા મહાજનના હાલના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ તથા સમગ્ર કારોબારી અને મહાજન સમિતિ દ્વારા જ્ઞાતિહિતમાં કરવામાં આવ્યો છે.

જેના ભાગરૂપે તા. ૧ માર્ચ, ર૦ર૦, રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યે  કોર્પોરેટ લુક સાથેના સ્થળાંતરીત રાજકોટ લોહાણા મહાજનના નવા કાર્યાલયનો ભવ્ય ઉદ્દઘાટન સમારોહ રાખવામાં આવ્યો છે.

સાથે-સાથે રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત વિશ્વના કોઇપણ ખુણેથી રાજકોટ લોહાણ મહાજન વિશે તમામ માહિતી સહેલાઇથી આંગળીના ટેરવે મળી શકે તે માટે રાજકોટ લોહાણા મહાજનની વેબસાઇટ www.rajkotlohanamahajan.org તથા મોબાઇલ એપ્લીકેશન  rajkot lohana mahajanનું લોન્ચીંગ પણ કરવામાં આવશે. વેબસાઇટ તથા એપની મદદથી રાજકોટ લોહાણા મહાજનની વિવિધ પ્રવૃતિઓ, રાજકોટ ખાતેની વિવિધ મહાજન વાડીઓના તથા શ્રીનાથદ્વારા, દ્વારકા અને હરીદ્વાર ખાતેના અતિથિગૃહોનું ઓનલાઇન બુકિંગ, જ્ઞાતિજનોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન વિગેરે બાબતોની માહિતી મળી શકશે.

મહિલા કોલેજ અન્ડરબ્રિજ ઉપરની તરફ, હાઉસીંગ બોર્ડ, ભવાની ગોલા સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે લોહાણા મહાજનના સ્થળાંતરીત નવનિર્મિત કાર્યાલયને ''લોહાણા મહાજન સેવા સદન'' (શેઠશ્રી જયંતિલાલ ગોવિંદજી કુંડલીયા સ્મૃતિ ભવન) નામ આપવામાં આવ્યું છે. સ્વ. શેઠશ્રી જયંતિલાલ ગોવિંદજી કુંડલીયા રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ આજીવન પ્રમુખ રહ્યા હતા. ઉપરાંત રાજકોટ લોહાણા  મહાજનના હાલના સુવર્ણકાળના પ્રણેતા અને બીજરૂપ પણ રહ્યા હતાં.

હાલમાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂના સફળ નેતૃત્વ હેઠળ  મહાજન કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, ઉપપ્રમુખ યોગેશભાઇ  પૂજારા (પૂજારા ટેલિકોમ), સંયુકત મંત્રીઓ ડો.હિમાંશુભાઇ ઠક્કર તથા રીટાબેન કોટક, ઇન્ટરનલ ઓડીટર ધવલભાઇ ખખ્ખર, ડો.પરાગભાઇ દેવાણી, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, હરીશભાઇ લાખાણી, જીતુભાઇ ચંદારાણા, ડો.આશિષભાઇ ગણાત્રા, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, રીટાબેન કુંડલીયા, રંજનબેન પોપટ, અલ્પાબેન બરછા, શૈલેષભાઇ પાબારી, જયશ્રીબેન સેજપાલ, એડવોકેટ જતીનભાઇ કારીયા, હિરેનભાઇ ખખ્ખર, મનસુખભાઇ (કિશોરભાઇ) કોટક, દિનેશભાઇ બાવરીયા, યોગેશભાઇ જસાણી, વિધીબેન જટાણીયા, પ્રદિપભાઇ સચદે, ધવલભાઇ કારીયા સહિતના તમામ કારોબારી સભ્યો તથા સમગ્ર મહાજન સમિતિ જ્ઞાતિ સેવામાં સતત પ્રવૃતિશીલ છે.

(4:17 pm IST)