Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

વિરાટ સોમયજ્ઞ અંતર્ગત ભૂમિપૂજનઃ કાલે મીટીંગઃ યજ્ઞમાં બેસવા નામ નોંધણી ચાલુ

રાજકોટઃ શ્રી ગોવર્ધન ગૌશાળાના સેવાર્થે યોજાનારા વિરાટ સોમયજ્ઞ સ્થળનું ભૂમિપૂજન સંપન્ન થયેલ.

આગામી ૧૫મી માર્ચ થી ૨૧મી માર્ચ સુધી પદ્મશ્રી એવમ પદ્મભૂષણ સોમયાજી પૂ.પા.ગો.ડો.શ્રી ગોકુલોત્સવજી  મહારાજશ્રી (ઈંન્દોર)ના સર્વાધ્યાક્ષસ્થાને યજ્ઞાચાર્ય સોમયાજી પૂ.પા.ગો.ડો.વ્રજોત્સવજી મહોદયશ્રીના કરકમલો દ્વારા યોજાનાર શ્રી વિરાટ સોમયજ્ઞ મહોત્સવ અંતર્ગત સ્થળનું ભૂમિપૂજન વિદ્વાનશાસ્ત્રીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ સુખાભાઈ કોરડીયા, બીપીનભાઈ હદવાણી, જેરામભાઈ વાડોલીયા, જગદીશભાઈ હરિયાણી, રાજુભાઈ કાલરીયા, બ્રિજેશભાઈ પટેલ, નવનીતભાઈ ગજેરા, લલિતભાઈ વાડોલીયા, સુરેશભાઈ નળીયાપરા, અંતુભાઈ સોની, અરવિંદભાઈ પાટડિયા, કાનભાઈ સૂવા, કિશોરભાઈ જસાણી, કિશોરભાઈ સાવલીયા, લલીતભાઈ ભાલોળીયા, જગદીશભાઈ હરીયાણી  ઉપસ્થિત રહયા હતા.

વિશ્વશાંતિ પર્યાવરણની શુધ્ધિ પ્રાણીમાત્રના કલ્યાણ વંશ વૃધ્ધિ માટે યોજાનાર શ્રી વિરાટ સોમયજ્ઞના દર્શન પરિક્રમ, દંડવતી પરિકમા તેમજ પૂ.મહારાજશ્રીના વચનામૃત શ્રવણકરવા અને સેવામાં જોડાવા માટે ગામે- ગામથી હજારો સનાતની ધર્મજનો ઉમટી પડશે. આવતીકાલે તા.૧ શુક્રવારે રાત્રે ૯ વાગ્યે યજ્ઞ સ્થળ શ્રી વલ્લભાચાર્યનગર ૧૫૦ રીંગ રોડ, શિતલપાર્ક બસ સ્ટોપ પાસે, દ્વારકા હાઉટ બિલ્ડીંગની સામે, સોમયજ્ઞ મહોત્સવની વિવિધ સમિતિઓની રચના કરવા તેમજ જરૂરી માર્ગદર્શન આપવા એક મીટીંગ રાખેલ છે.

આ યજ્ઞમાં બેસવા તેમજ વિશેષ માહિતી માટે શ્રી જેરામભાઈ વાડોલીયા મો.૯૮૨૪૨ ૨૪૭૯૭, બ્રિજેશભાઈ પટેલ મો.૯૮૨૫૦ ૭૮૭૫૭, જગદીશભાઈ હરીયાણી મો.૯૩૭૭૧ ૨૭૮૩૦, નવનીતભાઈ ગજેરા મો.૯૪૨૬૨ ૬૯૮૫૮, અરવિંદભાઈ પાટડીયા મો.૭૦૧૬૪ ૫૨૬૧૧, લક્ષ્મણભાઈ સાવલિયા મો.૯૪૨૬૬ ૮૮૮૪૮ નો સંપર્ક કરવા શ્રી ગોવર્ધન ગૌશાળાના પ્રસાર સમિતિના કન્વીનર અરવિંદભાઈ પાટડીયાની યાદી જણાવે છે.

(4:06 pm IST)