Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

LIC દ્વારા હવે માઇક્રો બચત...

નવા માઇક્રો ઇન્સ્યોરન્સ પ્લાનની જાહેરાત કરતા જી.એમ અગ્રવાલ

રાજકોટ તા.ર૮: ડિવિઝનના સિનિયર ડિવીજનલ મેનેજર શ્રી જી પી અગ્રવાલે એક જાહેરાત કરતા ઉમેર્યું હતું કે, ભારતી જીવન વીમા નિગમે એક નવો માઇક્રો ઇન્સ્યોરન્સ પ્લાન ''માઇક્રો બચત'' રજુ કર્યો છે.

આ એક રેગ્યુલર પ્રીમિયમ, નોન લીંકડ, પાર્ટીસિપેટિંગ એનડોવમેન્ટ માઇક્રો ઇન્સ્યોરન્સ વીમા યોજના છે કે જે રક્ષણ અને બચત બંન્નેનું સંયોજન છે. પ્રથમ વખત એક માઇક્રો ઇન્સ્યોરન્સ યોજના શરૂ કરવામાં આવી છે જે રૂપિયા બે લાખ સુધીનું વીમા કવચ પુરૂ પાડે છે.

આ યોજના, પોલીસીના સમયગાળા દરમિયાન પોલીસીધારક ના અચાનક અવસાનના સંજોગોમાં એના પરિવારને આર્થિક રક્ષણ પુરૂ પાડે છે. હયાતીના સંજોગોમાં પોલીસી મુદત પુરી થયે પોલીસીધારકને વીમા રકમની ચુકવણી લોયલ્ટી એડિશન સાથે કરવામાં આવશે.

આ યોજના હેઠળ પોલીસીઓ લોયલ્ટી એડિશન માટે પાત્રતા ધરાવે છે. નિમગના અનુભવના આધારે લોયલ્ટીના દર સમયાંતરે નિગમ દ્વારા જાહેર કરવામાં આવશે. લોયલ્ટી એડિશન, પરિપકવતા (મેચ્યુરિટી), મૃત્યુદાવા તેમજ શરણમુલ્ય સમયે મળવાપાત્ર રહેશે, જેના માટે લઘુતમ પાંચ વર્ષની મુદત તેમજ પાંચ વર્ષના પ્રીમિયમ ભરપાઇ કરેલા જરૂરી રહેશે.

આ યોજના હેઠળ ત્રણ વર્ષના પ્રીમિયમ ભરાયેલા હશે તેવા કિસ્સામાં લોનની સગવડતા આપવામાં આવશે. આ યોજના ૧૮ વર્ષથી ૫૫ વર્ષની ઉંમરની તંદુરસ્ત વ્યકિતને દાકતરી તપાસ વગર આપી શકાશે.

આ યોજના હેઠળની કુલ પોલીસીઓ હેઠળ મહત્તમ રૂ. બે લાખની વીમારાશી વ્યકિતગત રીતે આપી શકાશે.

સીનિયર ડિવીજનલ મેનેજરર શ્રી જી પી અગરવાલે વધુમાં જણાવેલ કે આ યોજના હેઠળ ઓછામાં ઓછા ત્રણ વર્ષના પૂર્ણ પ્રીમિયમ ભરપાઇ કરવામાં આવશે હશે અને ત્યારબાદના પ્રીમિયમ ભરપાઇ નહીં કરેલ હોય તેવા કિસ્સામાં છ મહિના સુધી અને જો ઓછામાં ઓાછ પાંચ વર્ષના પૂર્ણ પ્રીમિયમ ભરપાઇ કરવામાં આવેલ હશે તેવા કિસ્સામાં બે વર્ષ સુધી જોખમ (ઓટો કવર) મળવાપાત્ર રહેશે.

પ્રીમિયમની ચુકવણી, છ માસિક, ત્રિમાસિક અથવા માસિક હપ્તા પદ્ધતિથી ભરી શકાશે. આ યોજના હેઠળ અકસ્માત લાભ રાઇડર અથવા અકસ્માત મૃત્યુ લાભ અને અપંગતા રાઇડર લાભ તરીકે વધારાનું પ્રીમિયમ ભરીને લઇ શકાય છે.

(4:01 pm IST)