Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ચાઇલ્ડ વેલ્ફેર કમિટિમાં ચેરમેન તરીકે પૂર્વ મેયર રક્ષાબેન બોળિયા

આ કમિટિના સભ્યો તરીકે મનીષ પટેલ, ભીમજીભાઇ પરસાણાની વરણી

રાજકોટ તા.૨૮: રાજય સરકારની સોશ્યલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા ચાઇલ્ડ વેલ્ફેર કમિટિમાં ચેરમેન તરીકે શહેરના પૂર્વ મેયર અને શહેરભાજપ કારોબારી સભ્ય રક્ષાબેન બોળીયા તથા મેમ્બર તરીકે મનીષભાઇ પટેલ, ભીમજીભાઇ પરસાણાની વરણી કરવામાં આવી છે ત્યારે શહેર ભાજપ ટીમે આ વરણીને આવકારી છે.

સામાજીક ન્યાય અને સશકિતકરણ વિભાગ દ્વારા ચાઇલ્ડ વેલ્ફેર કમિટિમાં બાળકોના મુળભુત અધિકારો જેમકે જીવન જીવવાનો અધિકાર, સંરક્ષણનો અધિકાર, વિકાસનો અધિકાર અને સહભાગીદારીતાને અધિકાર જેવા મુદ્દાઓ આવરી લેવાય છે ત્યારે કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકો, કાયદાના સંપર્કમાં આવેલ કે આવતા બાળકોના જીવનમાં ઉજ્જવળ ભવિષ્ય આકાર પામે અને તેના ચારિત્રનું નિર્માણ થાય તે માટે સંકલિત બાળ સુરક્ષા અંતર્ગત ચાલતી યોજનાઓ જેવી કે સંસ્થાકીય સંભાળમાં સ્પેશ્યલ હોમ ફોર ગર્લ્સ, સ્પેશ્યલ હોમ ફોર બોયઝ, શ્રી કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ, વિરબાઇમાં વાત્સલ્યધામ, રતનપર, ભગવતસિંહજી બાલાશ્રમ, ગોંડલ ખાતે તેમજ બિન સંસ્થાકીય સંભાળમાં સ્પોન્સરશીપ યોજના, પાલક માતા-પિતા યોજના, દતક વિધાન યોજના, ફોસ્ટરકેર યોજના અને આફટર કેર યોજનાઓનો સમાવેશ થાય છે. આમ સોશ્યલ જસ્ટીસ એમ્પાવરમેન્ટ ડીપાર્ટમેન્ટમાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટિમાં ચેરપર્સન રક્ષાબેન બોળીયા, સભ્યો મનીષભાઇ ખાંભલીયા, ભીમજીભાઇ પરસાણા પોતાની જવાબદારી સુંદર રીતે નિભાવી શકે એ માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય ગોવીંદભાઇ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ,જીતુ કોઠારી, કિશોર રાઠોડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયાએ શુભેચ્છા પાઠવી અને વરણીને આવકારતા અભિનંદન પાઠવ્યા હતા ત્યારે રક્ષાબેન બોળીયાને તેમના મોબાઇલ નં.૯૦૮૨૯ ૯૯૯૯૭ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(4:01 pm IST)