Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

નાણાવટી ચોકથી રામેશ્વર હોલના રસ્તા પરથી રિક્ષામાં દારૂની બોટલો સાથે રાજૂ કાપડી પકડાયો

યુનિવર્સિટીના પીઆઇ બી.બી. ગોયલની ટીમની કાર્યવાહીઃ ૫૭૨૦૦નો મુદ્દામાલ કબ્જે

રાજકોટઃ યુનિવર્સિટી પોલીસે દારૂની ૨૪ બોટલ સાથે રાજુ નિલેષભાઇ કાપડી (બાવાજી) (ઉ.૧૯-રહે. રૈયાધાર રાધેશ્યામ ગોૈશાળા પાસે) નામના રિક્ષાચાલકને રૂ. ૭૨૦૦ના ૨૪ બોટલ દારૂ સાથે પકડી લઇ દારૂ-રિક્ષા મળી કુલ રૂ. ૫૭૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ શખ્સ બે મહિના પહેલા માલવીયાનગર પોલીસ મથકમાં મારામારીના ગુનામાં પકડાયો હતો. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એેસ.આર. ટંડેલની સુચના અને પી.આઇ. બી.બી. ગોયલની રાહબરીમાં પીએસઆઇ એમ.વી. રબારી, એએસઆઇ એચ. એન. રાયજાદા, હેડકોન્સ. હરેશભાઇ પરમાર, રાજેશભાઇ મિંયાત્રા, કોન્સ. ધર્મેન્દ્રસિંહ વી. ઝાલા, મુકેશભાઇ ડાંગર, ધર્મરાજસિંહ ઝાલા, રવિરાજસ્િંહ જાડેજા, અમીનભાઇ કરગથતરા, નિર્મળસિંહ ઝાલા, મહિપાલસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એચ.એન. રાયજાદાની બાતમી પરથી નાણાવટી ચોકથી રામેશ્વર હોલ તરફ જતાં રસ્તા પરથી આ શખ્સને જીજે૩ડબલ્યુ-૪૪૮૦ નંબરની રિક્ષા સાથે પકડી લેવાયો હતો. (૧૪.૭)

 

(4:00 pm IST)