Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

શિવરાત્રીના મેળામાં નિરંજનભાઇ પંડયાના ભજનોની જમાવટ

રાજકોટ તા. ૨૮, ગિરનારની ગોદમાં જીવન સમર્પિત કરનારા પૂ. મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુ અને સંતો-મહંતોના પ્રયાસ અને સરકારના ધાર્મિક અભિગમથી સોરઠની પૂણ્યશાળી ભૂમિ ગિરનારની ભવનાથ તળેટીમાં મહાવદ નોમ, બુધવાર તા. ૨૭ ફેબ્રુઆરીથી ૪ માર્ચ, મહાશિવરાત્રી સુધીના ૬ દિવસ મહા શિવરાત્રી મીની કુંભ મેળાનું પ્રથમ વખત દિવ્ય અને અભૂત આયોજન થયું છે, આ મેળો દેશના શિવભકતો માટે આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક સંભારણું બની રહેશે.

યાદગાર કુંભ મેળામાં જેનું જીવન ભજન છે એવા ભગવાન શિવજીના પરમ ઉપાસક, સુપ્રસિદ્ઘ ભજનિક  નિરંજનભાઇ પંડયાની સવાઇ સંતવાણીનું તા. ૧ માર્ચ થી ૪ માર્ચ સુધી લાખાકોટાની જગ્યા, પર્વતારોહણ તાલીમકેન્દ્રની બાજુમાં, યમુના કુટીર પાસે જુનાગઢ ખાતે આયોજન કર્યું છે. ગિરનારની ભવનાથ ભૂમિ પર ભજન અને ભોજનનો સંગમ ભાવિક શ્રોતાઓને આનંદની અનુભૂતિ કરાવશે, ચાર દિવસ સુધી જયાં ભકિતભીના ભજનો રજુ થશે. પર્વતોના ગિરનારમાં સુતેલાં શિવજી છે, નિરંજનભાઇના ભાવવાહી, ઐતઃસ્કૃરિત ભજનો શિવજીને જગાડશે. એમના કંઠે ગવાતા ભજનોમાં ઁ નમઃ શિવાયની અંજલી અપાતી હોય એવો શ્રધ્ધાળુઓને અહલાદક આનંદ થાય છે. ભવનાથની પવિત્ર ભૂમિ ચાર દિવસ સુધી ભજન સમ્રાટ નિરંજનભાઇ પંડયાના ભજનોથી ગુંજી. તેમના ભજનોમાં દેશની સાંપ્રત યુધ્ધની પરિસ્થિતીનો રણટંકાર પણ હશે.

ચાર દિવસ જયાં નિરંજનભાઇના ભજન અને ભોજનનો કાર્યક્રમ છે એ નિરંજન સ્થલી ભજનોની વિવિધ કંડિકામો અને તેના ભાવાર્થ સાથેના બેનરોથી શણગારવામાં આવશે, અહિ સૌરાષ્ટ્ર-કચ્છ કાઠીયાવાડ તેમજ દેશ-વિદેશથી તેમના ભજન કલાકારો તથા ભજન પ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહે છે,

 નિરંજનભાઇ પંડયાનો સવાઇ સંતવાણી આ ભજન અને ભોજનનો ભંડારો પ્રથમ મીનીકુંભ મેળાનો યાદગાર કાર્યક્રમ બની રહેશે આવી દિવ્ય ધરા પર યોજાયેલ શિવજીની ભજન ભકિતના અવસરે સૌ ભજન પ્રેમીઓને પધારીને લાભ લેવા સૌરાષ્ટ્રના ભજનિકો અને લોક સાહિત્યકારોના નિકટના સાથી યોગેશભાઇ પ્રજાપતિ (ભજન ભરોસે)ની યાદીમાં જાહેર આમંત્રણ અપાયું છે.

તસ્વીરમાં નિરંજનભાઇ પંડયા (મો.૯૪૨૬૪૫૯૭૯૬) સાથે સજનભાઇ ભામનીયા, ધીરૂભાઇ ઘેડીયા, મંજુબેન ઘેડીયા, ભિનાઇભાઇ પંડયા, કૈલાશબેન રમણિકલાલ બાંભણિયા,  ભાવેશભાઇ બાંભણિયા, અલ્પેશ ઉનડકટ, જયંતિલાલ ઉનડકટ, ચંદ્રિકાબેન ઉનડકટ, વિશેષ નિરંજનભાઇના ધર્મપત્નિ સરોજબેન પંડયા અકિલાની મુલાકાતે રાજુભાઇ ઉનાગર, યોગેશભાઇ ઉનાગર (ભજન ભરોષે)  પાર્થ ઉનાગર  નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:00 pm IST)