Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

હનુમાન મઢી પાછળ શિવપરામાં રઘુ ધોળકીયાના ઘરમાં દરોડોઃ જૂગાર રમતાં ૯ શખ્સ પકડાયા

જીવનનગરમાંથી જયદિપસિંહ ડાભીને દારૂ-બીયર સાથે દબોચ્યો પકડાયોઃ ગાંધીગ્રામ પી.આઇ. વી. વી. ઓડેદરાની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૮: ગાંધીગ્રામ પોલીસે દારૂ-જૂગારના દરોડા પાડ્યા હતાં. જેમાં રજપૂત શખ્સને દારૂની બોટલો સાથે જીવનનગરમાંથી પકડી લેવાયો હતો. તો શિવપરામાં ભરવાડ શખ્સના ઘરમાં ચાલતાં જૂગારધામમાં ત્રાટકી ૯ જણાને પકડી લઇ રૂ. ૧૮૭૦૦ની રોકડ કબ્જે લેવામાં આવી હતી.રૈયા ચોકડી પાસે જીવનનગર-૩માં પિતૃકૃપા ખાતે રહેતાં જયદિપસિંહ ચંદ્રસિંહ ડાભી (રજપૂત) (ઉ.૨૯) નામના રિક્ષાચાલકના ઘરમાં દારૂની બોટલો હોવાની બાતમી કોન્સ. ગોપાલભાઇ પાટીલ અને દિગ્વીજયસિંહ ગોહિલને મળતાં દરોડો પાડવામાં આવતાં ઘરમાંથી દારૂની પાંચ બોટલો અને બીયરના છ ટીન મળતાં કુલ રૂ. ૩૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે રૈયા રોડ હનુમાન મઢી પાછળ શિવપરા-૫ના ખુણે રહેતાં રઘુ જેકાભાઇ ધોળકીયા (ઉ.૩૫) નામના પાનના ધંધાર્થી ભરવાડ યુવાનના ઘરમાં તે માણસો ભેગા કરી જૂગાર રમાડતો હોવાની બાતમી કોન્સ. કનુભાઇ બસીયા અને વનરાજભાઇ લાવડીયાને મળતાં દરોડો પાડી રઘુ તેમજ અમરેન્દ્ર રાજારામ ગોૈતમ (ઉ.૨૭), રામકિશન બીરબલ સહાની (ઉ.૩૩), મમહેન્દ્ર ક્રિપાલભાઇ સહાની (ઉ.૨૭), વિનોદ બહાદુર સોનખર (ઉ.૨૭), રાજકુમાર તિલકધારી ભાર્ગવ (ઉ.૨૨), અનિલ મહાદેવ રાજભર (ઉ.૨૨), રામશકલ નિનક સહાની (ઉ.૩૧) તથા સોનુ રાજેન્દ્રપ્રસાદ ગોૈતમ (ઉ.૩૦)ને પકડી લઇ ગંજીપાના તથા રોકડા રૂ. ૧૮૭૦૦ કબ્જે લેવાયા હતાં.

પકડાયેલાઓમાં મહેન્દ્ર અને સોનુ સોમનાથ સોસાયટીમાં રહે છે. બાકીના તમામ શિવપરા-૫ના ખુણે રહે છે અને કલરકામની મજૂરી કરે છે. જેમાંથી ચાર શખ્સો તો રઘુ ધોળકીયાના મકાનમાં જ ભાડેથી રહે છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ.આર. ટંડેલએ દારૂ-જૂગારની પ્રવૃતિ નાબુદ કરવા સુચના આપી હોઇ પી.આઇ. વી. વી. ઓડેદરા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ.ર ાહુલભાઇ વ્યાસ, કોન્સ. કિશોરભાઇ ઘૂઘલ, શૈલેષભાઇ કગથરા, કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, વનરાજભાઇ લાવડીયા અને દિનેશભાઇ વહાણીયાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ઉપરોકત બંને કામગીરી કરવામાં આવી હતી. (૧૪.૭)

(3:59 pm IST)
  • પાકિસ્તાન આતંકી વિરૂધ્ધ કરે કડક કાર્યવાહીઃ જાપાન : :અમેરીકા, ફાંસ, બ્રિટન, ઇઝરાયલ બાદ જાપાન પણ ભારતના સમર્થનમાં જાપાને પુલવામાં હુમલાની કડક શબ્દોમાં કરી નિંદા: બંને દેશો વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ લાવે: એનએસએ અજીત ડોભાલે અમેરીકાના વિદેશ મંત્રી સાથે કરી વાતચીત: ઙ્ગ યુએનએસસીથી મસુદની સંપતિ પણ જપ્ત કરવાની માગઃ ૧૫ સભ્યો સુરક્ષા પરિષદમાં ફ્રાંસ, અમેરીકા, બ્રિટને રજુ કર્યો પ્રસ્તાવ :: સરકારે પાકિસ્તાને ભારતનો પાયલોટ સુરક્ષીત મુકત કરવા કહયું : ભારતની માગણી પર પાકિસ્તાને હજી સુધી કોઇ જવાબ નથી આપ્યોઃ કાલે રાત્રે પીએમ મોદીએ ત્રણેય સેના પ્રમુખો સાથે બેઠક કરી (૪૦.૫) access_time 3:43 pm IST

  • દક્ષિણ ચેન્નાઇમાં ભારે વરસાદઃ સ્કામેટનો હેવાલઃ સવારના ૦II ઇંચે વરસાદ પડી ગયો છે access_time 3:47 pm IST

  • કેનેડાએ ભારત સાથેની વિમાની સેવા ટેમ્પરરી બંધ કરી : પાકિસ્તાને તેની એર સ્પેસ બંધ કરી દેતા કેનેડાએ ભારત સાથેના હવાઈ ઉડ્ડયન કામચલાઉ ધોરણે બંધ કરેલ છે access_time 10:37 pm IST