Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

વ્યાજની પઠાણી ઉઘરાણી કરી આપઘાતની ફરજ પાડવા અંગે સાત આરોપીનો છુટકારો

રાજકોટ તા.ર૮ : વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના કારણે આત્મ હત્યા કરવાના ગુનામાં પકડાયેલ આરોપી નવનીતભાઇ રમેશભાઇ ગોહીલ, સંજયભાઇ નાગદાનભાઇડાંગર, નરેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલા, રણજીતભાઇ રાણીંગભાઇ જળુ, વિપુલભાઇ રતાભાઇ ચાવડા, પ્રતાપસિંહ સજુભા ઝાલા, પૃથ્વીરાજ કનુભા ડાભી સામેનો કેસ ચાલી જતા રાજકોટના એડી. સેશન્સ જજરી એચ.કે. બ્રહ્મભટ્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છ કે આ કામના ફરીયાદી કરણ મહેશભાઇ બોડાઓએ ભકિતનગર પો. સ્ટે.માં ફરીયાદ આપેલ અને ફરીયાદની હકીકતમાં જણાવેલ કે આ કામના આરોપીઓ તા.ર૦-૦૯-ર૦૧૬ના રોજ આ કામના ફરીયાદી પિતા મહેશભાઇ ભગાભાઇ બોડાને ઉચા વ્ેયાજે રૂપિયા આપી સતત ઉઘરાણી કરવા ધંધાના સ્થળ તેમજ ઘરે જઇ ધમકી આપતા હોય અસહય ત્રાસથી કંટાળી  જઇ તા.ર૦-૦૯-ર૦૧૬ના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ મળી ગયેલ હોય અને આ કામના આરોપીઓએ ફરીયાદીના પિતાને મરવા માટે મજબુર કરેલ હોય તે મતલબની ફરીયાદ આપતા ભકિતનગર પોલીસે આઇપીસી કલમ ૩૦૬, પ૦૪, પ૦૬ તથા મની લેન્ડંીંગ એકટની કલમ ૪૦, ૪ર મુજબ ગુનો દાખલ કરેલ હતો.

આ કામમાં બચાવ પક્ષે એવી દલીલ કરવામાં આવેલ કે ફરીયાદી તથા સાહેદોની જુબાની જોતા કહેવાતી રકમ કઇ તારીખે, કયા સમયે, કોની હાજરીમાં આપેલ છે તેની સાહેદોને અંગત માહિતી નથી.

આ કામમાં ગુજરનારે મૃત્યુ થતાં પહેલા આરોપીઓ દ્વારા કોઇ ધાક ધમકી આપેલ હોય અને તેના કારણે ગુજરનારે આત્મહત્યા કરેલ હોયતેવું સાબિત કરવામાં ફરીયાદ પક્ષ નિષ્ફળ ગયેલ છે. જેથી તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવા રજુઆત કરેલ.

ઉપરોકત હકીકત તેમજ રજુ થયેલ પુરાવાને ધ્યાને લઇ ફરીયાદ પક્ષ ગુજરનારે આરોપીઓના ત્રાસના કારણે આત્મહત્યા કરેલ હોય  તેવું સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ હોય તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ પિયુષભાઇ એમ. શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નિવીદભાઇ પારેખ, નિતેષભાઇ કથીરીયા, હર્ષિલભાઇશાહ, વિજયભાઇ પટગીર, જીતેન્દ્રભાઇ ધુળકોટીયા, વિજયભાઇ વ્યાસ રોકાયેલા હતાં.

(3:58 pm IST)