Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

લોનના હપ્તા ચડત થઇ જતાં મિલપરાના મિતેષે ઝેર પીધું

કોટક શેરીમાં પગલું ભરતાં હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૨૮: મિલપરા-૩/૧૦ના ખુણે રહેતાં અને લોન અપાવવાનું કામ કરતાં મિતેષ મહેન્દ્રભાઇ ગણાત્રા (ઉ.૩૨) નામના યુવાને કોટક શેરી-૪માં હાઉસીંગના ડેલામાં આવેલા પોતાના બીજા ભાડાના મકાન પાસે ઝેરી ટીકડી પી લેતાં અહિ જ રહેતાં પડોશી રાજેશભાઇએ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

મિતેષ લોન કન્સ્લટન્ટ તરીકે કામ કરે છે અને બે ભાઇમાં મોટો તથા અપરિણીત છે. તેણે અગાઉ લોનથી મકાન લીધું હોઇ હાલમાં કામધંધો બરાબર ચાલતો ન હોઇ અને ૩૦-૩૦ હજારના લોનના છએક હપ્તા ચડત થઇ જતાં તે ઘણા દિવસથી ટેન્શનમાં હતો. આ કારણે પગલુ ભર્યાનું રાજેશભાઇએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ીડવીઝનમાં જાણ કરી હતી. (૧૪.૫)

(3:58 pm IST)