Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

જીવવિજ્ઞાનના નવા આયામોની રાષ્ટ્રીય પરિષદ

 રાજકોટઃ બાયો સાયન્સ ભવનમાં નેશનલ કોન્ફરન્સનુું સુંદર આયોજન સંપન્ન થયું. કોન્ફરન્સનું મુખ્ય શીર્ષક ''જીવ વિજ્ઞાનના નવા આયામો'' હતું. એક દિવસ માટે યોજેલ કોન્ફરન્સનું ઉદ્દઘાટન કુલપતિ ઉપકુલપતિ અને ડીનની ઉપસ્થિતિમાં થયું. મુખ્ય વકતા તથા માર્ગદર્શક વૈજ્ઞાનિકો બી.જે. રાવ (તિરૂપતિ) અને રાજેશ મ્હેરોત્રા (ગોવા)નું માર્ગદર્શન તથા તેમની પાસે રહેલ અમુલ્ય જાણકારી ભાગ લેનાર દરેક વૈજ્ઞાનિકો તથા વિદ્યાર્થીઓને મળી. લગભગ ૩૩૦ જેટલા સંશોધકોએ ભાગ લીધેલો. ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પોસ્ટર રજુ કર્યા. બાયોસાયન્સ ભવન તથા બાયોટેકનોલોજી ભવનના ટીચિંગ અને નોનટીચિંગ સ્ટાફની મહેનતથી એક દિવસીય કોન્ફરન્સનું આટલું મોટું આયોજન શકય બન્યું આથી બાયો સાયન્સ ભવનના વડા પ્રોફેસર એસ.પી. સિંઘ તમામનો આભાર માને છે.

(3:57 pm IST)