Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

આર્થિક ભીંસને લીધે રામેશ્વર પાર્કના કારખાનેદાર બિમલ પટેલે ઝેરી પાવડર પી મોત વ્હાલુ કરી લીધું

કિશાન ગોૈશાળા પાછળ પોતાના પરમધામ ઇન્ડસ્ટ્રી નામના કારખાનામાં પગલુ ભર્યુઃ માસુમ પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું: શિંગાળા પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૮: કોઠારીયા રોડ નંદા હોલ પાછળ રામેશ્વર પાર્ક મેઇન રોડ પર રહેતાં લેઉવા પટેલ કારખાનેદાર યુવાન બિમલ વિરજીભાઇ શીંગાળા (ઉ.૩૨)એ આજીડેમ નજીક કિશાન ગોૈશાળા પાછળ આવેલા પોતાના પરમધામ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં એલ્યુમિનીયમ ફોસ્ફાઇડ નામનો ઝેરી પાવડર પી જિંદગીનો અંત આણી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

બિમલ રાત સુધી ઘરે ન આવતાં કારખાને તપાસ કરવામાં આવતાં તે બેશુધ્ધ મળતાં શુભમ્ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતાં એએસઆઇ પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ બિમલ બે ભાઇમાં નાનો હતો અને કારખાનુ ચલાવતો હતો. કેટલાક સમયથી ધંધો બરાબર ચાલતો ન હોઇ તેમજ લોનના હપ્તા ભરપાઇ થઇ શકયા ન હોઇ તેના કારણે આ પગલું ભર્યુ હોવાનું બહાર આવ્યું છે. બનાવથી માસુમ પુત્રએ પિતાનું છત્ર ગુમાવતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ છે. (૧૪.૬)

 

(3:55 pm IST)