Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

સ્કૂલ-કોલેજોની આસપાસ પોલીસનું ચેકીંગઃ આવારા તત્વોમાં નાસભાગ

એસીપી નવદીપસિંહ સરવૈયા તથા એસઓજીના પીઆઇ રાવલ તથા પીએસઆઇ રાણાની ટીમ દ્વારા કાર્યવાહી

રાજકોટ :શહેરમાં શાળા અને કોલેજો આસપાસ લટાર મારતા આવારા તત્વો સામે કાર્યવાહી કરવા અંગે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી એસીપી જયદીપસિંહ સરવૈયા તથા એસઓજીના પીઆઇ આર.વાય. રાવલ અને પીએસઆઇ એચ.એમ. રાણા સહિતના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી કાલાવડ રોડ પરની આત્મીય કોલેજ, ધોળકિયા સ્કૂલ, કુંડલીયા કોલેજ, ચૌધરી હાઇસ્કૂલ પાસે ચેકીંગ હાથ ધરવામાં આવતા આવારા તથા લુખ્ખા તત્વોમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે શાળા અને કોલેજો પાસે લટાર મારતા અને બાઇક પર આંટાફેરા કરતા તત્વોને રોકી કાયદાનું ભાન કરાવ્યું હતું.(તસ્વીરઃ અશોક બગથરીયા) (૧.૩૩)

 

 

(3:54 pm IST)