Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

રૂ. બે લાખ ૬૦ હજારનો ચેક પાછો ફરતાં જાન્હવી ડેવલોપર્સના ભાગીદારો સામે ફરિયાદ

રાજકોટ તા.૨૮: રાજકોટની જહાનવી ડેવલોપર્સ તથા તેના પાર્ટનરો મોહનભાઇ ધરમસીભાઇ હાપલીયા તથા જિસ્મતાબેન મોહનભાઇ હાપલીયા વિરૂધ્ધ રૂ.૨,૬૦,૦૦૦/-નો ચેક રીટર્ન થતા રાજકોટની કોર્ટમાં ચેક રીટર્ન થવા બદલ આરોપીઓ જહાનવી ડેવલોપર્સ તથા તેના પાર્ટનરો મોહનભાઇ ધરમશીભાઇ હાપલીયા તથા જિસ્મતાબેન મોહનભાઇ હાપલીયા વિરૂધ્ધ ફરિયાદ થતા કોર્ટ દ્વારા સમન્સ ઇસ્યુ કરવામાં આવેલ.

ફરીયાદીની ટુકમાં વિગત એવી છેકે ફરીયાદી બલવીરભાઇ સુખલાલભાઇ જરીયાએ આરોપીઓને ધંધામાં પૈસા જરૂરીયાત ઉભી થતા ફરીયાદી પાસે હાથ ઉછીના માંગતા. ફરીયાદીએ જાન્યુઆરી-૨૦૧૭માં રૂ.૨,૬૦,૦૦૦ હાથ ઉછીના આપેલા ત્યારબાદ ફરીયાદીએ આરોપીને આપેલ હાથ ઉછીની રકમની પરત માંગણી કરતા આરોપીએ ફરિયાદીને રૂ.૨,૬૦,૦૦૦/-ના બે ચેક ફરિયાદીના નામના આપેલા જે બંને ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં વટાવવા નાખતા ચેક વટાવાયા વગર ''ફંડઇનસફીસીયન્ટ''ના શેરા સાથે પરત ફરેલ હતો.

ફરીયાદીએ પોતાના એડવોકેટ મારફત ત્રણેય આરોપીઓને લેણી રકમની ડીમાન્ડ નોટીસ પાઠવેલ જે નોટીસ બજી જવા છતાં તેમાં જણાવેલ સમયમાં આરોપીઓએ ફરિયાદીને બંને ચેક મુજબની રકમ ન ચુકવતા ફરીયાદીએ ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ રાજકોટના એડી.ચીફ. જ્યું.મેજી.ની કોર્ટમાં ''ધી નેગોસ્યેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ''ની કલમ-૧૩૮ તથા ૧૪૧ મુજબની ફરિયાદ દાખલ કરેલ જે ફરિયાદ કોર્ટ રજીસ્ટર લઇ આરોપીઓ જહાનવી ડેવલોપર્સ તથા તેના પાર્ટનરો મોહનભાઇ ધરમશીભાઇ હાપલીયા તથા જસ્મીતાબેન મોહનભાઇ હાપલીયાને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરેલ છે.

આ કામમાં ફરીયાદી બલવીરભાઇ સુખલાલભાઇ જરીયા વતિ રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી હિતેશ આર.ભાયાણી રોકાયેલ છે.

(3:40 pm IST)