Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

રૂડાની હૈટ્રીકઃ મામલતદાર પણ જોડાયાઃ મોટામવામાં ૪૦થી વધુ મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું

પ્રેમમંદિરથી કણકોટ સુધીનો ૪૦ ફુટના રોડ ઉપર દબાણો ખડકાઇ ગયા'તાઃ કરોડોની જમીન ખુલ્લી કરાવાઇ

આજે રૂડા તથા તાલુકા મામલતદારે દબાણ હટાવ ઓપરેશન હાથ ધરી ૪૦થી ૫૦ જેટલા કાચા-પાકા મકાનો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. તે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા.ર૮: રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ અને તાલુકા મામલતદાર તંત્રે આજે સતત ત્રીજા દિવસે ઓપરેશન હાથ ધરી, હૈટ્રીક સર્જી દઇ કાલાવડ રોડ ઉપર મોટામવામાં મોટું ઓપરેશન હાથ ધરી મકાનોનો કડસુલો બોલાવી દિધો હતો, અને ૨૦ થી રપ કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.

સૂત્રોના ઉમેર્યા પ્રમાણે રૂડાના ઇન્ચાર્જ મામલતદાર શ્રી અર્જુન ચૌહાણ, તાલુકા મામલતદાર શ્રી લીખીરા તથા સ્ટાફે પોલીસ અને જેસીબી સાથે સવારે ૧૦ વાગ્યાથી મોટા મવા સર્વે નં. ૧૮૦માં સરકારી જમીન ઉપર ઉભા થઇ ગયેલા ૪૦ થી ૫૦ મકાનો તોડી પાડયા હતા, ૨૦ દિ' પહેલા આ લોકોને નોટીસો અપાઇ હતી, અને તે દરમિયાન ખાલી નહી કરતા, આજે તંત્ર અચાનક દોડી ગયું હતું. અને પ્રેમ મંદિરથી કણકોટ સુધીનો  ૪૦નો રોડ ખુલ્લો કરાવ્યો હતો, આ પ્રયોઝ ટીપીનો રોડ હોય-ગોંડલ રોડ ટચ થતો હોય, આ ઓપરેશન હાથ ધરાયાનું સાધનોએ ઉમેયુંર્ હતું. ઓપરેશન સમયે લોકોના ટોળા એકઠા થયા હતા, પરંતુ મકાનોનો કડસુલો બોલાવી જમીન ખુલ્લી કરાવાઇ હતી.

(3:18 pm IST)
  • હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ ચાલી રહ્યો છે તેવી સ્થિતિમાં અમદાવાદ શહેરમાં ચાલી રહેલ પૂ.મોરારીબાપુની રામકથામાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ એક સાથે બેસીને રામકથાને સાંભળી રહ્યાં છે આ તસવીર જોઇને એવું લાગી રહ્યું છે કે દેશ જયારે સંકટમાં હોય ત્યારે દેશના તમામ લોકો એક છે. access_time 3:47 pm IST

  • ગીરના જંગલમાં તુલશીશ્યામ રેન્જમાં આવેલ ભાણીયા બેટ વિસ્તારમાં 10 થી 11 વર્ષની એક સિંહણ મૃત હાલતમાં મળી આવી છે પ્રાથમિક કંઈ પણ અજુગતું બન્યું જણાયું નથી પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે access_time 1:02 am IST

  • ભારત અને પાકિસ્તાન ઉપરથી મિડલ ઇસ્ટ તથા એશિયા અને યુરોપ જતી વિમાની સેવાઓ ખોરવાઈ ગઈ છે access_time 12:57 am IST