Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ફાયનાન્સ પેઢી દ્વારા થયેલ ચેક રિટર્નની ફરિયાદમાં આરોપીનો છુટકારો

રાજોટ તા.ર૮ : અત્રેની જે.ડી. એન્ટરપ્રાઇઝ ફાયનાન્સ પેઢીએ કરેલ ચેક રિટર્નની ફરીયાદમાં આરોપીનો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

રાજકોટ શહેરમાં સરદારનગર મેઇન રોડ ઉપર આવેલ ફરીયાદી જે.ડી. એન્ટરપ્રાઇઝ નામની ફાયનાન્સ પેઢીએ તેની પ્રોપરાઇટર પેઢીમાં પુજા ટ્રેડર્સ ભાગીદાર પેઢી વતી તેના ભાગીદાર વિજયભાઇ વલ્લભભાઇ ફળદુને ૧પ દિવસ માટે રૂ. ૪૬,૦૦,૦૦૦ પુરાની વેપારી ટર્મ લોન તા.૩૦-૬-ર૦૧૪ના રોજ ઇસ્યુ કરેલ હતી. અને તે લોનની રકમ ભરપાઇ કરવા માટે આરોપીએ પુજા ટ્રેડર્સ ભાગીદારી પેઢી વતી તેના ભાગીદાર  વિજયભાઇ વલ્લભભભાઇ ફળદુએ પાર્ટ પેમેન્ટ પેટે કોટક મહિન્દ્રા બેન્ક, યાજ્ઞિક રોડ, રાજકોટનો રકમ રૂ.ર૩,૦૦,૦૦૦ પુરાનો ચેક નં.૦૦૦૧૦૧ તા.૧૮-૭-ર૦૧૪ના રોજ ચેક આરોપીએ ફરીયાદી ફાયનાન્સ પેઢીની તરફેણમાં ઇસ્યુ કરી આપેલ છે. તે ચેક રિટર્ન ફંડસ ઇન્શફીશીયન્ટના શેરા સાથે પરત ફરતાં, ફરીયાદી જે.ડી. એન્ટરપ્રાઇઝ નામની ફાયનાન્સ પેઢીએ આરોપીને નોટીસ આપેલ ત્યારબાદ ફરીયાદીએ આરોપી સામે રાજકોટ કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી.

આ કામે આરોપીએ તેના બચાવમાં ફરીયાદી જે.ડી. એન્ટરપ્રાઇઝ નામની ફાયનાન્સ પેઢીનુ ં કાયદેસરનું લેણું, લોનની રકમ, ચેક ઇસ્યુ કર્યાની હકીકત, ડીમાન્ડ નોટીસ, બજવણી વિગેરે બાતે તેના એડવોકેટએ આરોપીનાં બચાવમાં કોર્ટના રેકર્ડઉપરના દસ્તાવેજો તથા ફરીયાદની વિગતો વિગેરે ધ્યાને લઇ તે બાબતે વેધક દલીલો તથા એપેક્ષ કોર્ટનાં જજમેન્ટો ઓથોરીટી વિગેરે રજુ કરેલ. જેથી કોર્ટે બંન્ને પક્ષકારોએ  રજુ રાખેલ રેકર્ડ, એપેક્ષ કોર્ટના જજમેન્ટો - ઓથોરીટી, આરોપીની નોટીસનો જવાબ વિગેરે ધ્યાને લઇ આરોપી સામેના આક્ષેપો તથા તેની સામે થયેલ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮૮ અન્વયેનાં ગુના સબબ આરોપીને નિર્દોષ છોડી મુકવાનોહુકમફરમાવેલ છે.

આ કામમાં આરોપી પુજા ટ્રેડર્સ ભાગીદાર પેઢીના ભાગીદાર વિજયભાઇ વલ્લભભાઇ ફળદુ વતી રાજેશ એમ. ફળદુ તથા ચિંતન સોજીત્રા એડવોકેટસ દરજજે રોકાયેલ છે

(12:04 pm IST)