Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

રીનાબેન શાહે લેસ્ટરમાં ગુજરાતી માહોલ સર્જયો

મૂળ વડોદરા પંથકના રીનાબેન ૩૦ વર્ષથી લેસ્ટરમાં ગુજરાતી ગીત-સંગીત-સંસ્કૃતિ ધબકાવી રહયા છે

તસ્વીરમાં રીનાબેન શાહ દર્શાય છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.ર૭: મૂળ વડોદરા પંથકના રીનાબેન દિવ્યેશભાઇ શાહ યુકે-લેસ્ટરમાં ૩૦ વર્ષથી સ્થાયી થયા છે. રીનાબેને લેસ્ટરમાં ગુજરાતી માહોલ સર્જી દીધો છે. રીનાબેન આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા.

લેસ્ટરમાં સ્વર-મ્યુઝિક એન્ડ ઇવેન્ટ પ્રમોશન સંસ્થાના માધ્યમથી રીનાબેન ગુજરાતી કલાકારો-ગુજરાતી ભાષાને પ્રમોટ કરે છે. ૧૨ વર્ષથી આ સંસ્થા ચાલે છે, અનેક કાર્યક્રમોના આયોજનો કર્યા છે. પ્રતિવર્ષ ૩૦ જેટલાં આયોજનો થાય છે. રીનાબેન કહે છે કે, ગુજરાતી રાસ-ગરબા, નવરાત્રી ઉત્સવ, શ્રીનાથજીની ઝાંકી, ડાયરા-સંતવાણી જેવા આયોજનો કરીએ છીએ. આ ઉપરાંત પયુર્ષણ પર્વે વિવિધ આયોજનો થાય છે.

રીનાબેન કહે છે કે, બાળપણથી જ મન ગીત-સંગીત પ્રત્યે લગાવ હતો. મારો પરિવાર સટ્રીક હતો. લેસ્ટર સ્થાયી થયા બાદ આ શોખ ફરીથી ખીલ્યો છે. ગુજરાત-રાજકોટના ઉગતા-તેજસ્વી કલાકારોને લેસ્ટરમાં પ્રમોટ કરવાની પ્રવૃતિ સંસ્થા કરે છે. આ પ્રવૃતિમાં રાજેશ મજેઠિયાનો સહકાર મળી રહયો છે. રીનાબેનનો સંપર્ક -ઇ-મેઇલઃ rinashah38@aol.com પર થઇ શકે છે.

રીનાબેન વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.

રીનાબેન ગુજરાત લેડીસ એસો.ના પ્રમુખ છે, ગુજરાત હિન્દુ એસોસી.ના કમીટી મેમ્બર છે. જૈન સમાજ યુરોપના પીઆર છે.

લેસ્ટર સીટી. કાઉન્સીલમાં દિવાળી એડવાઇઝરી પેનલમાં પણ કાર્યરત છે.

પોતાની સંસ્થા સ્વર મ્યુઝીક એન્ડ ઇવેન્ટ પ્રમોશન દ્વારા ગુજરાતી કલાકારોને પ્રમોટ કરી ને ત્યાં ગુજરાતી ભાષાને ઉજાગર કરે છે.

(4:00 pm IST)