Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

કાલે યોજાનાર જન સંકલ્પ રેલીમાં રાજકોટ કોંગ્રેસ ૮૦ કાર - ૬ બસના કાફલા સાથે જોડાશે

શહેર કોંગ્રેસના હોદ્દેદારો, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના હોદ્દેદારો, વોર્ડના કાર્યકરો સહિતના લોકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાશે : પ્રમુખ અશોક ડાંગરના માર્ગદર્શન હેઠળ રેલીની તડામાર તૈયારીઓ

રાજકોટ તા. ૨૭ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા તા.૨૮ના ગુરૂવારના રોજ ગુજરાતમાં ત્રિમંદિર પાસે, અડલજ, ગાંધીનગર ખાતે 'જન સંકલ્પ રેલી'નુ આયોજન કરેલ છે આ જંગી રેલીમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિમાંથી ૮૦ ફોરવ્હીલર વાહનો અને ૬ બસ સાથે જોડાશે. તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરની યાદીમાં જણાવાયું છે.

આ જન સંકલ્પ રેલીમાં પ્રદેશ આગેવાનો ડો. હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, નીદિતભાઈ બારોટ, ડી.પી.મકવાણા, મહેશભાઈ રાજપૂત, પ્રદીપભાઈ ત્રિવેદી, મુકેશભાઈ ચાવડા, ડો. રાજદીપસિંહ જાડેજા, ડો.ધરમભાઇ કામલીયા, મનોજભાઈ રાઠોડ, ગોપાલભાઈ અનડકટ, રહીમભાઈ સોરા જોડાશે.

વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, કોર્પોરેટરો ગીતાબેન દીપકભાઈ પુરબીયાલ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, અતુલભાઈ રાજાણી, દીલીપભાઈ આસવાણી, સીમીબેન અનીલભાઈ જાદવ, રેખાબેન ઠાકરશીભાઈ ગજેરા, મનસુખભાઈ જાદવભાઈ કાલરીયા, માલવી વસંતબેન મથુરભાઈ, પારૂલબેન વાસુરભાઈ ડેર, જાડેજા ઘનશ્યામસિંહ અનિરૂઘ્ધસિંહ, પરેશભાઈ પરસોતમભાઈ હરસોંડા, ઉર્વશીબેન સંજયભાઈ પટેલ, જાડેજા ઉર્વશીબા કનકસિંહ, વિજયભાઈ બાબુભાઈ વાંક, સંજયભાઈ ધીરજલાલ અજુડીયા, જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગર, રવજીભાઈ ચનાભાઈ ખીમસુરીયા, હેરભા માસુબેન રામભાઈ, સોરાણી ભાનુબેન પ્રવિણભાઈ, દાઉદાણી મકબુલભાઈ હબીબભાઈ, રસીલાબેન સુરેશભાઈ ગરૈયા, સ્નેહાબેન બીપીનભાઈ દવે, વલ્લભભાઈ પરસાણા, હારૂનભાઈ ડાકોરા, ગાયત્રીબેન રસિકભાઈ ભટૃ, ટાંક જયાબેન જયંતિલાલ, ઘનશ્યામસિંહ નટુભા જાડેજા, મીનાબેન વલ્લભભાઈ જાદવ, ધર્મીષ્ઠાબા મયુરસિંહ જાડેજા, મારૂ નિર્મળભાઈ રાવતભાઈ, જયંતિભાઈ ગાંડુભાઈ બુટાણી તથા શિક્ષણ સમિતિ સદસ્યો ડો.રાજેશ ત્રિવેદી, શરદભાઈ તલસાણીયા, મુકેશભાઈ ચાવડા, ધીરજભાઈ મુંગરા, રહીમભાઈ સોરા તેમજ ફ્રન્ટલ- સેલ પ્રમુખોઙ્ગ ભાવેશભાઈ ખાચરિયા, મનીષાબા વાળા, જયપાલસિંહ રાઠોડ, જયકિશનસિંહ ઝાલા, યુનુસભાઈ જુણેજા, રાજેશભાઈ આમરણીયા, નરેશભાઈ સાગઠીયા, જીગ્નેશભાઈ વાગડિયા, જીગ્નેશભાઇ સભાડ, સંકેત રાઠોડ, નિશાંતભાઈ પોરિયા, આશિષસિંહ વાઢેર, જયંતીભાઈ ગાંગાણી, વોર્ડ પ્રમુખો રમેશભાઈ જુન્જા, કૃષ્ણદત્ત રાવલ, ગૌરવભાઈ પુજારા, કલ્પેશભાઈ પીપળીયા, કિશોરભાઈ દુબરિયા, રાજેશભાઈ કાપડિયા, કેતનભાઈ જરીયા,ઙ્ગ નયન ભોરણીયા, મેહુલભાઈ જેઠવા, જગદીશભાઈ ડોડીયા, કેતનભાઈ તાળા, જગદીશભાઈ સખીયા, માણસુરભાઈ વાળા, વાસુરભાઈ ભંભાંણી, નારણભાઈ હીરપરા,નીમેશભાઈ ભંડેરી, દીપકભાઈ ઘવા સહિતના કોંગ્રેસ પરિવારના સભ્યોઙ્ગ બહોળી સંખ્યામાં જોડાશે. તેવું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અશોકભાઈ ડાંગરની યાદી જણાવે છે.

(4:00 pm IST)