Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ઇન્‍ડીયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્‍ડ હોસ્‍પિટલને વધુ ૧૦૦ બેઠક ફાળવાઇ

રાજકોટ,તા. ૨૭ : વર્ષ ૨૦૧૬થી ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટયુટ ઓફ આયુર્વેદ રિસર્ચ એન્‍ડ હોસ્‍પિટલ, ઇશ્વરીયા, રાજકોટ અંતર્ગત બી.એ.એમ.એસ. અભ્‍યાસક્રમ ચાલે છે જેમાં દર વર્ષે કુલ ૬૦ વિદ્યાર્થીઓને ડોકટર બનવા માટે એડમિશન આપવામાં આવે છે.

ચાલુ વર્ષે ૨૦૨૨-૨૩ અંતર્ગત નેશનલ કમિશન ફોર ઇન્‍ડિયન સીસ્‍ટમ ઓફ મેડીસીન (એનસીઆઇએસએમ) તરફથી ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટયુટ ઓફ આયુર્વેદ રિસર્ચ એન્‍ડ હોસ્‍પિટલ, રાજકોટ સંસ્‍થાને બી.એ.એમ.એસ માટે ૧૦૦ સીટ વધારા સાથે મંજૂર કરવામાં આવી છે. જેથી વધુ વિદ્યાર્થીઓને આયુર્વેદ ડોકટર બનવાની તક મળશે.

(4:18 pm IST)