Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

રાજકોટ સરકારી પ્રેસમાં ૩ હજાર કેસ પેન્ડીંગઃ અરજદારો ત્રાહિમામ

બાળકો દત્તક લેવાના અને રી-મેરેજ માટે અરજી કરનારાઓમાં ભારે ફરીયાદોઃ કલેકટર-એડી.કલેકટર સૂધી વીગતો પહોંચી : નાની-મોટી કવેરીના ૭૦૦ થી વધુ કેસો પેન્ડીંગઃ પ્રેસ પહેલા ત્રણ સીફટમાં ચાલતુ હવે ૧ સીફટમાં પહેલા ૮૦૦ નો સ્ટાફ હતો હવે માત્ર ૭૦ નો સ્ટાફ છે : સંખ્યાબંધ અરજદારોએ વડાપ્રધાન-અને મુખ્યમંત્રીને ફરીયાદો કરી છે.સરકારે ખુલાસા પૂછયા તેમાં પણ ૮૦૦ કેસમાં જવાબ દેવાના બકી !! : સરકારમાં ખોટા ફીગર મોકલાતા હોવાની રાવઃ એક પરીવારે બાળકી દત્તક લીધી... પરંતુ ગેઝેટમાં પ્રસિધ્ધિ બાકી હોય દિકરીની સ્કોલરશીપ બંધ થઇ ગઇ

રાજકોટ તા. ર૮ : રાજકોટમાં શ્રોફ રોડ નજીક આવેલ સરકારી પ્રેસમાં એટલુ બધુ લોલમલોમ ચાલે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ તથા રાજયના મુખ્યમંત્રી સૂધી ફરીયાદો પહોંચી છે, સખ્યાબંધ કે સેંકડો લોકોએ પીએમ ઉપરાંત સી.એમ. પોર્ટલમાં આરટીઆઇ કરી છે, પરંતુ હજુ સુધી કોઇ નિવેડો આવ્યો નથી.

ટોચના અધીકારી સૂત્રોના કહેવા મુજબ રાજકોટના સરકારી પ્રેસમાં બાળકો દત્તક લેવા બાબતે અને રી-મેરેજ કરવા બાબતે ગેઝેટમાં પ્રસિધ્ધ કરાવવું પડતું હોય છે, આવી અરજીઓના ઢગલા થયા છે, અંદાજે ૮ મહિનાથી આવા ૩ હજાર કેસો પેન્ડીંગ હોવાનું બહાર આવ્યું છે, કેસોનો નિકાલ ન થતો હોય અરજદારોમાં હાહાકાર મચી ગયો છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે, અરે, એટલુ જ નહી અરજીઓ દરમિયાન નાનીમોટી જે કચેરી નીકળે તેવા પ૦૦ થી વધુ કેસો પેન્ડીંગ છે. ૧ વર્ષથી ગેઝેટ બહાર આવ્યુ નથી, પ્રસિધ્ધ થયુ નથી. અંદાજે ૮ થી ૧૦ મહિનાથી હિન્દી ભાષી અધીકારી મહેન્દ્ર મોહન સરકાર આવ્યા છે, તેમણે ચાર્જ સંભાળ્યો છે, તેમણે મૌખીકમાં સ્ટાફને અનેક સુચનાઓ આપી છે, અને સ્ટાફના અભાવે સેંકડો કેસોનો ભરાવો થયો છે. કામગીરીમાં બહુ મોટી ઉથલ પાથલ થયાની ભારે ચર્ચા છે.

સૂત્રોના કહેવા મુજબ પહેલા પ્રેસમાં ૩ થી વધુ  પ્રુફ રીડર હતા, અરજીઓનો ધડાધડ નિકાલ થતો, હવે આ લોકો પાસેથી કામગીરી લઇ લેવાઇ છે, પહેલા સરકારી પ્રેસ ત્રણ શીફટમાં કામ કરતું ૭૦૦ થી ૮૦૦ નો સ્ટાફ હતો, હવે એકજ શીફટમાં કામ કરે છે, અને માત્ર ૭૦નો સ્ટાફ છે.

વિગતો મુજબ સંખ્યાબંધ અરજદારોએ પી.એમ.ઓ. સી.એમ.ઓ.માં ફરીયાદ કરી, સરકારે સરકારી પ્રેસના ખુલાસા પૂછયા...પત્ર વ્યવહાર થયો, આવા ખુલાસાના જવાબ દેવાના કુલ ૮૦૦ થી કેસો પેન્ડીંગ હોવાનો ધડાકો થયો છે, ફરીયાદો એવી ઉઠી છે કે સરકારમાં ખોટા ફીગરો મોકલાય છે,  અરજદારોના કહેવા મુજબ આ સરકારી પ્રેસ આઇએમડી એટલે કે ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ આવે છે, ગાંધીનગરથી હાઇ લેવલ તપાસ કરાય તો કંઇક ન્યાય મળે, નીવેડો આવે.

અધિકારી સૂત્રોના કહેવા મુજબ એક પરિવારે બાળકી દત્તક લીધી...તેને અભ્યાસ અર્થે બેસાડી તેને સ્કોલરશીપ મળવાનું ચાલુ થયું, પરંતુ ગેઝેટમાં હજુ આ બાળકી અંગે કોઇ વિગતો પ્રસિધ્ધ ન થતા આ દિકરીની આખી સ્કોલરશીપ બંધ થઇ ગઇ...પરિવાર આખો ચિંતામાં પડી ગયો છે.

સરકારી પ્રેસમાં આટલા બધા હજારો કેસ પેન્ડીંગ હોય, સરકારમાં તો ફરીયાદ થઇ આ ઉપરાંત કલેકટર-એડી. કલેકટર સુધી પણ વિગતો પહોંચી છે, સ્થાનિક લેવલે હાઇલેવલ અધીકારીઓએ તપાસ શરૃ કર્યાનું બહાર આવ્યું છે.

અને છેલ્લે આખા રાજયમાં ગેઝેટમાં પ્રસિધ્ધ અંગે રાજકોટમાં આ એક જ સરકારી પ્રેસ છે, રાજયભરમાંથી અરજીઓ આવે છે, પરંતુ કેસોનો નિકાલ થતો ન હોય ભારે દેકારો મચી ગયો છે.

અને આશ્ચર્ય તો એ છેકે ''ગેઝેટ'' વિભાગ એવુ પ્રેસમાં લખેલુ છે. પરંતુ ઓન પેપર આવો કોઇ વિભાગ જ નથી...ગેઝેટ બ્રાન્ચ કે વિભાગમાં કોઇ ઓફીશ્યલ સ્ટાફ જ નથી તેવી બીન સતાવાર વિગતો બહાર આવી છે.

(3:27 pm IST)